News Continuous Bureau | Mumbai
હોળી બાદ ઘણી વખત હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી પણ કરી છે પણ હાલ તો આકાશમાંથી સુર્યનારાયણ અગનગોળા વરસાવી રહયાં હોવાના કારણે તાપમાનનો પારો ઝડપથી ઉંચો જઈ રહ્યો છે. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં મંગળવારે આ ઉનાળામાં પ્રથમ વખત તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો, જેના કારણે તે રાજ્યનું સૌથી ગરમ સ્થળ બન્યું હતું. નાગપુરના પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) અનુસાર, વિદર્ભ પ્રદેશના ચંદ્રપુર જિલ્લામાં મંગળવારે મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આરએમસીના જણાવ્યા મુજબ, જિલ્લામાં સવારથી જ કાળઝાળ ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો અને બપોર પછી રસ્તાઓ નિર્જન દેખાતા હતા કારણ કે લોકો આકરી ગરમીમાં બહાર નીકળવાની હિંમત કરી શકતા ન હતા. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં તાપમાનનો પારો આ ઉનાળામાં પ્રથમ વખત 40-ડિગ્રીના આંકને વટાવી ગયો છે, જે તેને રાજ્યનું સૌથી ગરમ સ્થળ બનાવે છે.
આ સમાચાર પણ વાંચો:અક્ષય તૃતીયા પર સોનાની સાથે 2 વસ્તુઓ અવશ્ય ખરીદો..પ્રાપ્ત થાય છે સૌભાગ્ય
જિલ્લા મુખ્યાલયથી 127 કિમી દૂર સ્થિત બ્રહ્મપુરી તહસીલમાં મંગળવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વિદર્ભ ક્ષેત્રના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, વર્ધામાં મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી સેલ્સિયસ, અકોલામાં 39.9 ડિગ્રી સેલ્સિયસ, અમરાવતીમાં 39.6 ડિગ્રી સેલ્સિયસ, યવતમાલમાં 39.5 ડિગ્રી સેલ્સિયસ, બુલઢાણામાં 39.2 ડિગ્રી સેલ્સિયસ અને નાગપુર અને ગોંદિયામાં 39-3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Join Our WhatsApp Community