ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર
મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમને હોસ્પિટલમાં શા માટે દાખલ કરવામાં આવ્યા છે તેનું સ્પષ્ટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આજે સવારે જ ED નવાબ મલિકને મેડિકલ તપાસ માટે લઈ ગઈ હતી. આ પછી હવે સમાચાર સામે આવ્યા છે કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બુધવારે ધરપકડ બાદ નવાબ મલિકને કોર્ટે 3 માર્ચ સુધીના રિમાન્ડ પર EDને મોકલવામાં આવ્યા હતા.