ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
આખા દેશમાં અંદાજે સવા બે લાખ જેટલા કોરોના ના કેસ નોંધાયા છે. આમાનો દરેક પાંચમો વ્યક્તિ મહારાષ્ટ્રનો નાગરિક છે. એટલે કે દેશના કુલ કોરોના કેસમાં મહારાષ્ટ્રમાં ૨૦ ટકા કેસ છે.
મહારાષ્ટ્ર ની પરિસ્થિતિ આટલી કેમ ખરાબ છે? શા માટે રાજ્ય સરકાર પરિસ્થિતિને કાબૂમાં નથી લઈ શકતી? વૈદ્યકીય સુવિધાઓ નબળી કેમ છે? લોકોને દવા કેમ નથી મળતી? લોકડાઉન હોવા છતાં બહાર ભીડ કેમ છે? આવા પ્રશ્નોના કોઈ નક્કર જવાબ રાજ્ય સરકાર પાસે નથી.
હવે જ્યારે પરિસ્થિતિ હાથની બહાર જઈ રહી છે ત્યારે જોરદાર અને લોહિયાળ રાજકારણ રમવું છે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પર આરોપ લગાડયો છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ મહારાષ્ટ્ર સરકારને દવા ન વેચે એવું ફરમાન આવ્યું છે. જો કે રાજ્ય સરકાર પાસે અત્યારે દવાનો જથ્થો નથી શું તેની માટે પણ કેન્દ્ર સરકાર જવાબદાર? પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે પોતાના કાબુમાં હતો ત્યારે રાજ્ય સરકારે શું તૈયારી કરી? આખા વિશ્વમાં કોરોના ની ત્રણથી ચાર લહેર આવી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે શા માટે તૈયારીના કરી?
પોતાના બેજવાબદાર ભર્યા વર્તન બદલ અને લોકોના મડદા પર રાજકારણ રમી ને શું મહારાષ્ટ્ર સરકાર પોતાની પ્રતિષ્ઠા બચાવી શકશે?