ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ફેબ્રુઆરી 2021
મહારાષ્ટ્રના પશુ સંવર્ધન અને દૂધ વ્યવસાયના મંત્રી સુનિલ કેદારે નિર્દેશ જાહેર કર્યા છે કે મહારાષ્ટ્રની બહાર થી દૂધ ની આયાત બંધ કરવામાં આવે.
મહારાષ્ટ્ર રાજ્ય અને દૈનિક ૬.૨૦ લાખ લીટર દૂધ અન્ય રાજ્યમાંથી લાવવું પડે છે. આમાં અમુલ ડેરી દૈનિક ૧૬.૮૫ લાખ લીટર દૂધનું વેચાણ કરે છે જેમાંથી ૧૦.૬૫ લાખ લીટર દૂધ મહારાષ્ટ્રમાંથી આવે છે જ્યારે કે ૬.૨૦ લાખ લીટર દૂધ અન્ય રાજ્યમાંથી આવે છે.
મહારાષ્ટ્રના મંત્રીનો તર્ક છે કે એક તરફ રાજ્ય માં વધુ દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ દૂધને અન્ય રાજ્યમાંથી લાવવામાં આવે છે. જે બંધ થવું જોઈએ.
