Maharashtra MLC Election 2026 MLC ચૂંટણી માટે કોંગ્રેસની યાદી જાહેર બે વરિષ્ઠ નેતાઓને રિપીટ કર્યા, અમરાવતી બેઠક પર નવા ચહેરાને તક

Maharashtra MLC Election 2026 Congress Candidates Announced નાગપુર ગ્રેજ્યુએટ બેઠક પરથી અભિજીત વંજારી અને પુણે ટીચર્સ બેઠક પરથી જયંત આસગાવકર ફરી મેદાનમાં, 23 ઓક્ટોબરે મતદાન

by Krishna
Maharashtra MLC Election 2026  MLC ચૂંટણી માટે કોંગ્રેસની યાદી જાહેર બે વરિષ્ઠ નેતાઓને રિપીટ કર્યા, અમરાવતી બેઠક પર નવા ચહેરાને તક

 

News Continuous Bureau | Mumbai

Maharashtra MLC Election 2026 મહારાષ્ટ્ર વિધાન પરિષદની શિક્ષક અને સ્નાતક મતવિસ્તારોની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે, જેમાં બે સીટિંગ સભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે અમરાવતી બેઠક પર નવા ચહેરાને તક અપાઈ છે.

Maharashtra MLC Election 2026 – કોંગ્રેસે બે સીટિંગ વિધાન પરિષદ સભ્યો પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો

મહારાષ્ટ્ર વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડે શિક્ષક અને સ્નાતક મતવિસ્તારો માટે પોતાના ત્રણ ઉમેદવારોના નામો પર આખરી મહોર લગાવી દીધી છે. પાર્ટીએ નાગપુર ડિવિઝન સ્નાતક મતવિસ્તારમાંથી પોતાના વર્તમાન વિધાન પરિષદ સભ્ય (MLC) અભિજીત ગોવિંદરાવ વંજારી પર ફરી ભરોસો દર્શાવ્યો છે. તેવી જ રીતે પુણે ડિવિઝન શિક્ષક મતવિસ્તારમાંથી પણ વર્તમાન સભ્ય જયંત દિનકર આસગાવકરને ફરી ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. બંને નેતાઓ પોતાના વિસ્તારના શિક્ષકો અને શિક્ષિત યુવા વર્ગમાં મજબૂત પકડ ધરાવે છે.

Maharashtra MLC Election 2026 – અમરાવતી શિક્ષક બેઠક પર અદિતિ પોહરેને આપી પ્રથમ વખત તક

આ વખતે કોંગ્રેસ પક્ષે અમરાવતી શિક્ષક મતવિસ્તારમાં મોટો રાજકીય દાવ ખેલતાં યુવા મહિલા ચહેરા અદિતિ પોહરેને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. અમરાવતી બેઠક પર લાંબા સમયથી બિન-કોંગ્રેસી અને અપક્ષ સભ્યોનું પ્રભુત્વ રહ્યું હોવાથી પક્ષે સંગઠનને મજબૂત બનાવવા માટે આ નવો પ્રયોગ કર્યો છે. મહાવિકાસ આઘાડી (MVA) ના સાથી પક્ષો શિવસેના (UBT) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) સાથે થયેલી સંયુક્ત બેઠકો અને સહમતિ બાદ કોંગ્રેસે આ ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જ્યારે બાકીની બેઠકો પર સાથી પક્ષો પોતાના ઉમેદવાર ઉતારશે.

Maharashtra MLC Election 2026 – ૨૩ ઓક્ટોબરે મતદાન અને ૨૭મીએ મતગણતરી

રાજ્ય વિધાન પરિષદની કુલ પાંચ બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ત્રણ સ્નાતક (ઔરંગાબાદ, પુણે, નાગપુર) અને બે શિક્ષક (અમરાવતી, પુણે) મતવિસ્તારો સામેલ છે. આ તમામ બેઠકો પરના વર્તમાન સભ્યોનો કાર્યકાળ આગામી ૬ ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ૬ ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે. તમામ પાંચ બેઠકો માટે ૨૩ ઓક્ટોબરના રોજ મતદાન હાથ ધરાશે અને ૨૭ ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.

👉 આ સમાચાર વાચો:
Maharashtra Weather Update હવામાનના બે વિપરીત રૂપ, મુંબઈથાણેમાં ઓક્ટોબર હીટથી લોકો ત્રાહિમામ, પાલઘરમાં તોફાની પવન સાથે વરસાદે વેરી તારાજી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More