News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર વિધાન પરિષદ(Maharashtra legislative council election)ની રસાકસી ભરેલી ચૂંટણીના પરિણામ(eletion reasult) સોમવારે મોડી રાત્રે જાહેર થયા. જે પરિણામો જાહેર થયા છે તેમાં કોંગ્રેસ(congress)પાર્ટીને બહુ મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ચંદ્રકાંત હાંડોરે ચૂંટણી હારી ગયા છે. તેમજ ભારતીય જનતા પાર્ટી(BJP)ના પાંચમા ઉમેદવાર પ્રસાદ લાડે (Prasad Lad)બાજી મારી છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP), શિવસેના(Shivsena) આ બંને પાર્ટીના બે ઉમેદવારો ચૂંટણી જીતી ગયા. જ્યારે કે કોંગ્રેસ પાર્ટીના બે ઉમેદવારોમાંથી માત્ર એક ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો છે જેનું નામ ભાઈ જગતાપ છે.
કોંગ્રેસ પાર્ટી માટે આ પરાજય પચાવવી ઘણી અઘરી છે કારણ કે સંખ્યાબળ હોવા છતાં તે ગુપ્ત મતદાનમાં પોતાના ધારાસભ્યને ચૂંટણી જીતાડી શક્યું નથી.