જેલમાંથી બહાર આવ્યા બાદ MP નવનીત રાણાની તબિયતમાં કોઈ સુધારો નહીં, ડોક્ટરોએ સાંસદનું કરાવ્યું MRI સ્કેન.. જુઓ તસવીરો, જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

હનુમાન ચાલીસા વિવાદ(Hanuman chalisa Row)ને લઇને ચર્ચામાં આવેલા અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા (Navneet Rana)હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલ (Lilavati Hospital)માં દાખલ છે. ત્યાં તબીબ હેઠળ ચાલી રહેલી સારવાર બાદ પણ નવનીત રાણાની છાતી, ગરદન અને શરીરના અનેક ભાગોમાં સતત દુખાવાની ફરિયાદ છે. તેમને સ્પૉન્ડિલિટિસની સમસ્યા પણ છે. આ તમામ સમસ્યાઓને જોતા આજે સાંસદનું એમઆરઆઈ સ્કેન(MRI Scan) અને આખા શરીર(full body checkup)ની તપાસ કરવામાં આવી છે.

 

સીએમ આવાસની બહાર હનુમાન ચાલીસા (Hanuman chalisa)વાંચવાની જાહેરાત કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઘણા દિવસો જેલમાં રહ્યા બાદ ગુરુવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. બપોરે ભાયખલા મહિલા જેલમાંથી મુક્ત થયેલા સાંસદ રાણાને પીઠના દુખાવાની ફરિયાદ બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલ(lilavati hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ સમયે સાંજે ચાર વાગ્યે નવનીત રાણાના ધારાસભ્ય પતિ તલોજા જેલમાંથી બહાર નીકળીને સીધા જ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તે તેમની પત્નીને મળ્યા હતા. આ દરમિયાન સાંસદ ભાવુક થઈ ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : દેશના લાખો નાના વેપારીઓની મળશે રાહત, કિસાન ક્રેડિટ કાર્ડની માફક જ MSMEs વેપારીઓને ક્રેડિટ કાર્ડ આપવાની કેન્દ્રની યોજના. જાણો વિગતે.

નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ થોડા દિવસ અગાઉ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(CM thackeray house Matoshree)ના ખાનગી નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. આ માટે રાણા દંપતી અમરાવતી(Amaravati to Mumbai)થી મુંબઈ પણ આવ્યું હતું. જોકે, જ્યારે શિવસૈનિકો(shivsainik)ને તેમના મુંબઈ આગમનની જાણ થઈ ત્યારે તેઓએ તેમના ઘરની બહાર ઉગ્ર વિરોધ કર્યો હતો. તે દરમિયાન ભારે તંગદિલી જોવા મળી હતી અને ભારે સૂત્રોચ્ચાર પણ થયા હતા. બાદમાં, પોલીસે રાણા દંપતી સામે રાજદ્રોહ હેઠળ કેસ નોંધ્યો હતો અને 23 એપ્રિલે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *