News Continuous Bureau | Mumbai
હાલ મહારાષ્ટ્રની રાજનીતિ(Maharashtra politics)માં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. જે મુજબ આવનાર બે કે ત્રણ દિવસમાં એકનાથ શિંદે(Eknath Shinde) મુંબઈ આવી શકે છે તેમ જ રાજ્યપાલને એક પત્ર દ્વારા લેખિતમાં જણાવી શકે છે કે તેઓ મોજુદા મહાગઠબંધન આઘાડી(MVA govt)થી પોતાનું સમર્થન પાછું લઈ રહ્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી(BJP) રાજ્યપાલને નિવેદન કરશે કે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે જેમાં મોજુદા સરકાર પોતાનું સંખ્યાબળ પુરવાર કરે. આવા સમયે શિવસેના(Shivsena)ના ધારાસભ્ય ગેરહાજર રહેશે અને સરકાર(Govt) આપોઆપ પડી જશે.
સરકાર પડી ગયા બાદ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ હોવાને કારણે સત્તા સ્થાપન માટે આમંત્રણ મેળવશે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પોતાનો સ્પીકર(Speaker) ચૂંટી કાઢશે. એકવાર ભારતીય જનતા પાર્ટી પાસે સ્પીકર પર આવી જાય ત્યાર પછી એકનાથ શિંદેના ગ્રુપ(Shinde Group)ને સ્પીકર કાયદેસરની માન્યતા આપી દેશે અને ત્યારબાદ તમામ ધારાસભ્યો મુંબઈ આવશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપ હવે મેદાનમાં આવ્યું- આજે ગવર્નરને સોંપી શકે છે સમર્થિત ધારાસભ્યોની યાદી
આ માર્ગે ચાલ્યા પછી ભારતીય જનતા પાર્ટી પર કોઈ પણ પ્રકારનો આરોપ નહીં લાગે તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે સત્તા સ્થાપન બાદ ભાજપની ઈમેજ ખરડાઈ હતી તેવી પરિસ્થિતિ પેદા નહીં થાય. હવે જોવાનું એ રહે છે કે રવિવાર સુધી આ પ્રકારની કોઈ હિલચાલ થાય છે કે નહીં.