News Continuous Bureau | Mumbai
Maharashtra Naxal Attack : છત્તીસગઢને અડીને આવેલા મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લા ( Gadhchiroli district ) ના સરહદી વિસ્તાર ભામરાગઢ તહસીલમાં સુરક્ષા દળો અને નક્સલવાદી ( Naxals ) ઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં 4 નક્સલવાદીઓ માર્યા ( Killed ) ગયા હોવાના અહેવાલ છે. આ ઓપરેશનમાં સુરક્ષાદળોના જવાનો પણ ઘાયલ થયા છે. દરમિયાન નક્સલ વિરોધી વિશેષ ટુકડી C-60ને એન્કાઉન્ટર સ્થળ તરફ મોકલવામાં આવી છે. એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓને ભારે નુકસાન થવાની આશંકા છે. મહારાષ્ટ્રમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ એન્કાઉન્ટર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
પોલીસ ( Police ) ઓપરેશન હજુ પણ ચાલુ છે અને ઘટનાસ્થળે સુરક્ષા દળોની હાજરી વધારી દેવામાં આવી છે.
Maharashtra Naxal Attack : તેલંગાણામાંથી 1 કરોડનું ઈનામ ધરાવતી મહિલા નક્સલવાદીની ધરપકડ
મહત્વનું છે કે તાજેતરમાં જ તેલંગાણા પોલીસે એક મહિલા નક્સલવાદીની ધરપકડ કરી જેના માથા પર પોલીસે 1 કરોડ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. આરોપી મહિલાની ઓળખ સુજાતા તરીકે થઈ હતી. તે છત્તીસગઢના સુકમામાં બનેલી ઘણી મોટી નક્સલવાદી ઘટનાઓમાં સામેલ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાની ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે તે તેલંગાણાના હૈદરાબાદના મહબૂબનગર સારવાર માટે ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Election Mahayuti-MNS : મહાયુતિ અને MNS સાથે આવશે? CM એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને MNS પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે ગુપ્ત બેઠક; ચર્ચાનું બજાર ગરમ..
Maharashtra Naxal Attack :ઝારખંડમાં ખંડણી ગેંગનો પર્દાફાશ, 6ની ધરપકડ
તાજેતરમાં, ઝારખંડના લાતેહારમાં, પોલીસે એક મોટી ખંડણી ગેંગનો પર્દાફાશ કર્યો અને 6 લોકોની ધરપકડ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, આ બદમાશો પર પોતાને નક્સલવાદી ગણાવીને લોકો પાસેથી ખંડણી લેવાનો આરોપ હતો.