Site icon

Maharashtra Naxal Attack : મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલવાદીઓ સાથે અથડામણ, સુરક્ષાદળોએ આટલા નક્સલવાદીને માર્યા ઠાર; બે સૈનિકો ઘાયલ..

Maharashtra Naxal Attack :છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સરહદ પર ગઢચિરોલીના ભામરાગઢ તહસીલના કોપરી જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ. અહેવાલો અનુસાર, આ એન્કાઉન્ટરમાં 3 થી 4 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે, જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયો છે.

Maharashtra Naxal Attack Four Naxals killed in encounter with police in Gadchiroli district

Maharashtra Naxal Attack Four Naxals killed in encounter with police in Gadchiroli district

News Continuous Bureau | Mumbai

Maharashtra Naxal Attack : છત્તીસગઢને અડીને આવેલા મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લા ( Gadhchiroli district ) ના સરહદી વિસ્તાર ભામરાગઢ તહસીલમાં સુરક્ષા દળો અને નક્સલવાદી ( Naxals ) ઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં 4 નક્સલવાદીઓ માર્યા ( Killed ) ગયા હોવાના અહેવાલ છે. આ ઓપરેશનમાં સુરક્ષાદળોના જવાનો પણ ઘાયલ થયા છે. દરમિયાન નક્સલ વિરોધી વિશેષ ટુકડી C-60ને એન્કાઉન્ટર સ્થળ તરફ મોકલવામાં આવી છે. એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓને ભારે નુકસાન થવાની આશંકા છે. મહારાષ્ટ્રમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ એન્કાઉન્ટર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Community

પોલીસ ( Police ) ઓપરેશન હજુ પણ ચાલુ છે અને ઘટનાસ્થળે સુરક્ષા દળોની હાજરી વધારી દેવામાં આવી છે.

Maharashtra Naxal Attack : તેલંગાણામાંથી 1 કરોડનું ઈનામ ધરાવતી મહિલા નક્સલવાદીની ધરપકડ

મહત્વનું છે કે તાજેતરમાં જ તેલંગાણા પોલીસે એક મહિલા નક્સલવાદીની ધરપકડ કરી જેના માથા પર પોલીસે 1 કરોડ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. આરોપી મહિલાની ઓળખ સુજાતા તરીકે થઈ હતી. તે છત્તીસગઢના સુકમામાં બનેલી ઘણી મોટી નક્સલવાદી ઘટનાઓમાં સામેલ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાની ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે તે તેલંગાણાના હૈદરાબાદના મહબૂબનગર સારવાર માટે ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Election Mahayuti-MNS : મહાયુતિ અને MNS સાથે આવશે? CM એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને MNS પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે ગુપ્ત બેઠક; ચર્ચાનું બજાર ગરમ..

Maharashtra Naxal Attack :ઝારખંડમાં ખંડણી ગેંગનો પર્દાફાશ, 6ની ધરપકડ

તાજેતરમાં, ઝારખંડના લાતેહારમાં, પોલીસે એક મોટી ખંડણી ગેંગનો પર્દાફાશ કર્યો અને 6 લોકોની ધરપકડ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, આ બદમાશો પર પોતાને નક્સલવાદી ગણાવીને લોકો પાસેથી ખંડણી લેવાનો આરોપ હતો.

MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
MCA: MCA ચૂંટણીમાં પવારની ‘ગુગલી’: શરદ પવારે મંત્રીના પુત્ર માટે સમર્થન માંગીને ખેલ બગાડ્યો!
Female doctor commits suicide: મહારાષ્ટ્રમાં ડૉક્ટરના આપઘાતથી ભૂકંપ: હાથ પર લખી સુસાઇડ નોટ, પોલીસકર્મી પર લગાવ્યો આવો ગંભીર આરોપ
PM Modi: ‘લાલુના ‘ફાનસ’ પર PM મોદીનો ‘ડિજિટલ’ પ્રહાર: સમસ્તીપુરમાંથી RJD પર નિશાન સાધ્યું, જાણો ભાષણના 10 મહત્ત્વના પોઈન્ટ્સ
Exit mobile version