Site icon

Maharashtra News : કોઈ ચમત્કાર કે શું… કોલ્હાપુરમાં અંતિમ સંસ્કાર પહેલા જીવિત થયા વૃદ્ધ; જાણો  શું છે મામલો અને કેવી રીતે થયું?

  Maharashtra News : મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યા બાદ જીવતો પાછો આવ્યો. ડોક્ટરો, તેના પરિવારજનો અને લોકોએ તેને ચમત્કાર ગણાવ્યો છે, જેની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ શું છે મામલો અને કેવી રીતે થયું?

Maharashtra News Maharashtra Speed breaker shakes ‘dead’ man back to life in Kolhapur

Maharashtra News Maharashtra Speed breaker shakes ‘dead’ man back to life in Kolhapur

News Continuous Bureau | Mumbai 

 Maharashtra News : તમે ઘણી વખત એવા સમાચાર સાંભળ્યા જ હશે કે રસ્તા પરના ખાડાને કારણે વાહનચાલકોનો જીવ ગયો.. પણ શું તમે એવું ક્યારે સાંભળ્યું કે વાંચ્યું છે કે ખાડાએ મરેલા માણસને જીવતો કરી નાખ્યો હોય… આવા સમાચાર મહારાષ્ટ્રના કોલ્હાપુરથી સામે આવ્યા છે, જેને તમે નવા વર્ષ 2025નો ચમત્કાર અથવા “નવા વર્ષનો ચમત્કાર” પણ કહી શકો છો. 

Join Our WhatsApp Community

 Maharashtra News :  હોસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા

મીડિયા રિપોર્ટ મુજબ અહીં એક વૃદ્ધ પાંડુરંગ તાત્યા ઉલ્પેનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા અને પરિવારજનોએ અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી લીધી હતી અને એમ્બ્યુલન્સ મારફતે વૃદ્ધાના મૃતદેહને ઘરે લઈ જવાઈ રહ્યો હતો. દરમિયાન રસ્તામાં એમ્બ્યુલન્સ એક મોટા ખાડામાંથી પસાર થઈ. જેના કારણે એમ્બ્યુલન્સમાં બેઠેલા તમામને જોરદાર આંચકો લાગ્યો હતો. પરંતુ આંચકા બાદ મૃત જાહેર કરાયેલા પાંડુરંગના શરીરમાં હિલચાલ થવા લાગી હતી.

 Maharashtra News : ડોક્ટરો પણ સ્તબ્ધ 

એટલે પાંડુરંગને તાત્કાલિક ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેને સ્વસ્થ જાહેર કર્યો. આ ઘટના બાદ દરેક લોકો ચોંકી ગયા છે. આવો ચમત્કાર કેવી રીતે થયો તે જાણીને ખુદ ડોક્ટરો પણ સ્તબ્ધ છે. મળતી માહિતી મુજબ મામલો કસ્બા બાવડા વિસ્તારનો છે. 16મી ડિસેમ્બરના રોજ 65 વર્ષીય પાંડુરંગ ઉલ્પેને સાંજે અચાનક ચક્કર આવવા લાગ્યા. જેના કારણે તે ઢળી પડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Visakhapatnam: માંડ-માંડ બચ્યા નૌસેનાના અધિકારી, રિહર્સલ કાર્યક્રમ દરમિયાન હવામાં જ ગૂંચવાઇ ગયા બે પેરાશૂટ…

Maharashtra News : આવ્યો હતો હાર્ટ એટેક 

કહેવામાં આવ્યું હતું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારના સભ્યો તેમને તાકીદે હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ ત્યાંના તબીબોએ પાંડુરંગને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનો પાંડુરંગ ઉલ્પેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જવા લાગ્યા. તે જ સમયે કસ્બા બાવડા વિસ્તારમાં એમ્બ્યુલન્સે સ્પીડ બેકરને ટક્કર મારી હતી અને આંચકાને કારણે પાંડુરંગ તાત્યાની આંગળીઓ હલવા લાગી હતી. શરીરમાં હલચલ પણ હતી. તેમને ફરીથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, ત્યારબાદ ડોક્ટરોએ તેને સ્વસ્થ જાહેર કર્યો.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version