Site icon

અરેરેરે.. મહારાષ્ટ્ર પોલીસ સૌથી ભ્રષ્ટ. એન્ટી કરપ્શન બ્યોરો એ બહાર પાડ્યો રિપોર્ટ. જાણો બીજા કયા વિભાગો પણ ભ્રષ્ટ છે…

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Community

27 ઓગસ્ટ 2020

એક સમયે સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ પછીની ગણના થતી મુંબઇ અને મહારાષ્ટ્ર પોલીસ ની ગણના હવે સૌથી ભ્રષ્ટ પોલીસમાં થઈ રહી છે. એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા 2019 માટે જાહેર કરવામાં આવેલી લાંચ લેનારની સૂચિમાં મહારાષ્ટ્ર પોલીસ સૌથી આગળ છે. રાજ્ય સરકારના 44 વિભાગોમાં સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો પોલીસ વિભાગની મળી છે. 

2013 પછી આ પહેલીવાર છે જ્યારે પોલીસ વિભાગ લાંચ લેનારની સૂચિમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એસીબીની લાંચ લેનારની સૂચિમાં મહેસૂલ વિભાગ બીજા ક્રમે છે. 2014 પછી આ  વિભાગની સામે લાંચ લેવાની ફરિયાદોમાં બીજા ક્રમે છે.  મુંબઇમાં તૈનાત એસીબીના એક અધિકારીએ જણાવ્યું કે, “પોલીસ અને મહેસુલ -આ બંને વિભાગની વિરુદ્ધ મોટાભાગની ફરિયાદો મળી છે. આનું કારણ છે કે આ બંને વિભાગો લોકો સાથે વધુ સંપર્ક ધરાવે છે અને તેમની પાસે વિશાળ માનવશક્તિ પણ છે. ”

વર્ષ 2019 માં એસીબી દ્વારા ભ્રષ્ટાચારને લગતા 892 કેસ નોંધાયા હતા, જેમાં 1,241 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સરકારી કર્મચારીઓ તેમની સત્તાવાર ફરજો બજાવવા અથવા પગલાં ન લેવા માટે લાંચ લેતા પકડાયા હતા. બાકીના 20 કેસોમાં આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવી અને સત્તાવાર ફરજ ન પુરી કરવાના છે.  જ્યારે મુંબઈ એસીબી રેન્જમાં ફક્ત 43 કેસ નોંધાયા હતા, જ્યારે પૂના એસીબી રેન્જ દ્વારા 177 (મહત્તમ) કેસ નોંધાયા હતા. થાણા, નાસિક, નાગપુર, અમરાવતી અને ઔરંગાબાદ જેવા અન્ય એસીબી વિભાગોમાં પ્રત્યેકમાં 100- 100 કેસ નોંધાયા હતા, જ્યારે નાંદેડમાં 80 કેસ નોંધાયા હતા. આ દરમ્યાન ભ્રષ્ટાચાર બ્યુરોએ પોલીસ વિભાગ સામે 194 કેસ નોંધ્યા છે અને 269 ભ્રષ્ટ કર્મચારીની ધરપકડ કરી છે..

આ ઉપરાંત, મહેસૂલ વિભાગ, સૂચિમાં બીજા સ્થાને છે, તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ 190 કેસ નોંધાયા છે અને આ કેસોમાં વિભાગના જ 259 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સૂચિમાં ત્રીજું સ્થાન સ્થાનિક સંસ્થાઓનું  છે – પંચાયત સમિતિઓ સામે 90 કેસો સાથે છે. મહારાષ્ટ્ર રાજ્ય ઇલેક્ટ્રિક ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ અને મ્યુનિસિપાલિટીઝમાં, પ્રત્યેક 47 કેસ છે. આમ મહારાષ્ટ્ર ના કુલ 44 સરકારી વિભાગોમાં પોલિસ વિભાગ ભ્રષ્ટાચાર માં નંબર વન છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Exit mobile version