Maharashtra Political Crisis: પાર્ટીમાંથી કોઈને કોઈ કાઢી શકે નહીં, NCPનું માળખું જ અયોગ્ય છે!

Sharad Pawar Resigns As NCP President: From Ajit Pawar To Supriya Sule and Jayant Patil, List of Probable

News Continuous Bureau | Mumbai

Maharashtra Political Crisis: રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP) ના બંધારણ મુજબ પક્ષનું કોઈ સંગઠનાત્મક માળખું નથી. તેથી પાર્ટીમાંથી કોઈ કોઈને દૂર કરી શકે નહીં. અજિત પવાર (Ajit Pawar) જૂથના કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલે (Praful Patel) દાવો કર્યો કે NCPનું માળખું અયોગ્ય છે. તેમણે એમ પણ કહ્યું કે શરદ પવાર (Sharad Pawar) ની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી પાર્ટીની બેઠક ગેરકાયદેસર હતી.

અજિત પવાર જૂથની આજે ‘સહ્યાદ્રી’ ગેસ્ટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પ્રસંગે અજિત પવાર, પ્રફુલ પટેલ, છગન ભુજબળ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પત્રકાર પરિષદમાં પટેલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ અંગે અનેક દાવા કર્યા હતા. પટેલે કહ્યું કે, NCPનો કેસ છે અને તે ચૂંટણી પંચને સોંપવામાં આવ્યો છે. તે બંધારણ મુજબ, પ્રદેશ પ્રમુખોની સાથે બ્લોક પ્રમુખો, જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખોની નિમણૂક નિયમો મુજબ ચૂંટણી દ્વારા થવી જોઈએ; પરંતુ તે ચૂંટણીઓ યોજ્યા વિના જ પક્ષમાં સીધી નિમણૂંકો કરવામાં આવી છે. પટેલે કહ્યું કે આ માળખું ખોટું છે.

આ સમાચાર પણ વાંચો : Health tips : સવારે ખાલી પેટ પાણી પીવાથી મળનારા આ અદભુત ફાયદાઓ પર તમે પણ એક નજર નાખો

NCPની એક મહત્વપૂર્ણ બેઠક..

NCPની એક મહત્વપૂર્ણ બેઠક 30 જૂન 2023ના રોજ અજિત પવારના ‘દેવગીરી’ બંગલે યોજાઈ હતી. જેમાં NCPના અનેક ધારાસભ્યો હાજર રહ્યા હતા. જેમાં મોટાભાગના અધિકારીઓ અને કાર્યકરો પણ હાજર હતા. તે બેઠકમાં બધાએ સર્વસંમતિથી અજિત પવારને નેતા તરીકે પસંદ કર્યા હતા. આ જ બેઠકમાં તેઓ કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ ચૂંટાયા હતા. તે બેઠક પછી, અમે વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને જાણ કરી હતી કે અજિત પવાર અમારા વિધાનમંડળના નેતા છે અને ધારાસભ્ય અનિલ પાટીલને વિધાનસભાના વ્હિપ (Vidhan Sabha Whip) તરીકે અને અમોલ મિટકરીને વિધાન પરિષદના વ્હિપ (Whip of the Legislative Council) તરીકે નિયુક્ત કર્યા છે, પટેલે જણાવ્યું હતું.

એનસીપી (NCP) પાર્ટીનું ઘડિયાળ પ્રતીક અમારું છે અને અમે તેના માટે ચૂંટણી પંચમાં પહેલી અરજી દાખલ કરી છે. પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે એનસીપીનું બંધારણ હોવા છતાં નિમણૂંકો ચૂંટણી દ્વારા થવી જોઈએ, સીધી નિમંણૂકો કરવામાં આવી છે અને તે તમામ ગેરકાયદેસર છે અને આ રીતે નિયુક્ત કરાયેલા પ્રમુખ કોઈની સામે પગલાં લઈ શકતા નથી.