Site icon

MVA સાથે ગઠબંધન તોડવાના સંજય રાઉતના નિવેદન બાદ એકનાથ શિંદે જૂથની શરત- ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે અને આ કામ કરે તો જ આગળ વાતચીત થશે

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharshtra)માં સત્તારૂઢ શિવસેના(Shivsena)માં મોટા ભંગાણ બાદ રાજકીય સંકટ વધુ ઘેરુ બન્યુ છે. દરમિયાન,બાગી શિવસેનાના એકનાથ શિંદે(Eknath Shinde)ના જૂથે શરત મૂકી છે. મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ શિંદે જૂથએ કહ્યું છે કે, જો ઉદ્ધવ ઠાકરે(Uuddhav Thackeray( મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું(Resign) આપે છે અને MVA (મહા વિકાસ અઘાડી)માંથી બહાર આવે છે તો જ આગળની વાતચીત થશે. સાથે તેમણે ઉમેર્યું હતું કે ઉદ્ધવ ઠાકરે જે કહે છે તેના પર અમને વિશ્વાસ નથી.

Join Our WhatsApp Community

શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું જૂથ હાલમાં ગુવાહાટી(Guwahati)ની એક હોટલમાં છે. તેમની સાથે 46 ધારાસભ્યો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. તેમાં કેટલાક અપક્ષોનો પણ સમાવેશ થાય છે. શિંદેએ બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને એક પત્ર લખ્યો હતો, જેમાં શિવસેનાના 35 ધારાસભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો- રાજકીય સંકટ વચ્ચે શિવસેના પ્રવક્તા સંજય રાઉતનું મોટું નિવેદન-કહ્યું – શિવસેના MVA ગઠબંધન તોડવા તૈયાર પરંતુ આ શરત સાથે

બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ આજે ​​ફરી ધારાસભ્યો(MLAs) સાથે બેઠક યોજી હતી. આ બેઠક(meeting)માં માત્ર 13 ધારાસભ્યો જ પહોંચ્યા હતા. જોકે વાસ્તવમાં શિવસેના પાસે કુલ 55 ધારાસભ્યો છે. આ પછી તેમના નજીકના નેતા અને સાંસદ સંજય રાઉતે(Sanjay Raut) કહ્યું કે શિવસેના મહારાષ્ટ્રમાં MVA સરકાર(Maharshtra MVA Govt)માંથી બહાર આવવા માટે તૈયાર છે, પરંતુ પાર્ટીના બળવાખોર નેતાઓએ 24 કલાકની અંદર મુંબઈ (ગુવાહાટીથી) પરત ફરવું પડશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ એકનાથ શિંદેએ એજ શરત મૂકી હતી કે શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે સરકાર બનાવવી જોઈએ.

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Exit mobile version