News Continuous Bureau | Mumbai
Maharashtra Political Crisis: સુપ્રીમ કોર્ટે (Supreme Court) 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના પ્રકરણમાં અધ્યક્ષ રાહુલ નાર્વેકર (Rahul Narvekar) ને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે.
ધારાસભ્યને ગેરલાયક ઠેરવવા અંગે ઠાકરે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે અધ્યક્ષને બે સપ્તાહમાં જવાબ આપવા નોટિસ પાઠવી છે. આ નોટિસ પર, વિધાનસભાના અધ્યક્ષે બે અઠવાડિયામાં લેખિત જવાબ આપવાનો રહેશે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અત્યાર સુધીમાં 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના પ્રકરણમાં શું પ્રક્રિયા અનુસરવામાં આવી હતી. આ બે અઠવાડિયાની નોટિસનો અર્થ અંતિમ નિર્ણય નથી, પરંતુ સ્પીકર પાસે પોતાનો અભિપ્રાય આપવા માટે બે અઠવાડિયા છે. આ બે અઠવાડિયા અધ્યક્ષ માટે અંતિમ નિર્ણય લેવા માટે નથી પરંતુ અરજીનો જવાબ આપવા માટે છે.
ઠાકરે જૂથે (Thackeray group) માંગ કરી હતી કે મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) ની સાથે આવેલા ધારાસભ્યો સામે ગેરલાયકાતની કાર્યવાહી થવી જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અંગે નિર્ણય લેવાની સત્તા વિધાનસભા અધ્યક્ષની છે. હાલમાં ત્રણ મહિનાથી સુનાવણી ચાલી રહી હોવા છતાં વિધાનસભા અધ્યક્ષે કોઈ નિર્ણય લીધો નથી. તેથી ઠાકરે જૂથે વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજીમાં અધ્યક્ષને તાત્કાલિક નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Adah Sharma : ‘ધ કેરળ સ્ટોરી’ વિરુદ્ધ નસીરુદ્દીન-કમલ હાસનના નિવેદન પર અદા શર્મા એ આપી પ્રતિક્રિયા, કહી આ મોટી વાત
રાહુલ નાર્વેકર જાણીજોઈને સુનાવણીમાં વિલંબ કરી રહ્યા છે એવો દાવો
ઠાકરે જૂથે જુલાઈની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને માંગ કરી છે કે અધ્યક્ષને ધારાસભ્યોની ગેરલાયકાતની અરજીઓ પર ઝડપથી સુનાવણી કરવાનો નિર્દેશ આપવામાં આવે. પિટિશનમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ નાર્વેકર જાણીજોઈને સુનાવણીમાં વિલંબ કરી રહ્યા છે, તેમ છતાં સુપ્રીમ કોર્ટે તેના 11 મેના ચુકાદામાં સ્પીકરને સમયમર્યાદામાં અરજીઓ પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.
