Site icon

ઇતિહાસનું પુનરાવર્તન- આશરે 30 વર્ષ પહેલા બાળાસાહેબ ઠાકરેએ પણ શિવસેના અધ્યક્ષ પદેથી રાજીનામું ઓફર કરવું પડ્યું હતું- જાણો શું હતો મામલો

 News Continuous Bureau | Mumbai 

સામાન્ય લોકો વચ્ચે એવી સમજ છે કે શિવસેના(Shivsena)માં કદી વિરોધનો કે બંડ નો કિસ્સો એ સ્તર સુધી પહોંચ્યો નથી કે ઠાકરે પરિવાર(Thackeray Family) ને રાજીનામું ઓફર કરવું પડ્યું હોય. પરંતુ હકીકત એમ છે કે શિવસેનામાં શિવસેના અધ્યક્ષ ને ચેલેન્જ કરનાર લોકો ભૂતકાળમાં પણ હતા. આજથી વીસ વર્ષ પહેલાં એટલે કે 1992માં શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray) સાર્વજનિક રીતે કહેવું પડ્યું હતું કે તેઓ શિવસેના પાર્ટી(Party) છોડવા માટે તૈયાર છે. વાત એમ હતી કે બાળાસાહેબ ઠાકરે જે લોકોને શિવસેનાના પદાધિકારી બનાવ્યા હતા તેમજ જે શિવસૈનિકો ને જન પ્રતિનિધિ તરીકે યોગ્ય ઠેરવ્યા હતા તેમની વિરુદ્ધમાં શિવસૈનિકો વચ્ચે મોટો આક્રોશ હતો. આટલું જ નહીં અમુક શિવસૈનિક અને ધારાસભ્યો રાજીનામું આપવાની તૈયારી કરી બેઠા હતા. આવા સમયે શિવસેના અધ્યક્ષ બાળ ઠાકરે ટેબલ પર પોતાનું રાજીનામું રજૂ કરી દીધું હતું. તેમજ શિવસૈનિકો ને હાકલ કરી હતી કે શિવસેના તોડવાની કોઈ જરૂર નથી તેના સ્થાને તેઓ પોતે જ અધ્યક્ષ પદેથી રાજીનામું આપે છે અને શિવસૈનિકો તેમજ શિવસેનાના નેતાઓ શિવસેનાને આગળ વધારી શકે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :શું આજે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપશે- અફવાનું બજાર ગરમ

બાળાસાહેબ ઠાકરેની આ અપીલ પછી મુંબઈ(Mumbai) શહેર અને સમગ્ર મહારાષ્ટ્ર(Maharashtra)માં લાખોની સંખ્યામાં શિવસૈનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ શિવસેનાની અંદર રહેલું બંડ શાંત થયું હતું. આજે 30 વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે સમક્ષ આવો જ પ્રસંગ સામે આવ્યો છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version