News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલો સતાનો મહાસંગ્રામ આજે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકાર સામે બળવો કરનારા એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના ધારાસભ્ય(MLAs) દ્વારા ત્રણ જેટલા મુદાઓ પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. એકનાથ શિંદેને વિધાનસભાના શાસકપક્ષના નેતા તરીકે હટાવવા, 16 ધારાસભ્યોને ગેરલાયકતાની નોટિસ ફટકારવા અને અવિશ્વાસ પ્રસ્તાવની અરજી રદ કરવાના ડેપ્યુટી સ્પીકર(Deputy speaker) ના નિર્ણય જેવા મુદાઓને પડકારવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ ત્યારે કોર્ટે સૌ પ્રથમ એવો સવાલ કર્યો હતો કે આખરે આ મામલામાં પહેલા હાઈકોર્ટ(Highcorut)માં કેમ અરજી કરી નહીં. તેના પર શિંદે(Eknath Shinde) ના વકીલે કહ્યું કે આ મામલો ગંભીર છે અને ધારાસભ્યોને મારવા સુધીની ધમકી(threat)ઓ મળી રહી છે. તેથી અમે સર્વોચ્ચ અદાલત પાસે આવ્યા છીએ. શિંદે ગ્રુપની અરજી પર સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ ફટકારી છે. સાથે કોર્ટે ડેપ્યુટી સ્પીકરની નોટિસ(notice) પર હાલ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે હાલ માટે શિંદે જૂથને કોર્ટ તરફથી રાહત મળી છે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે-હવે ધારાસભ્યો માત્ર ઝુંપડપટ્ટીમાં નહીં પરંતુ હાઉસિંગ સોસાયટીઓમાં પણ ફંડ વાપરી શકશે- જાણો મહારાષ્ટ્ર સરકારના લેટેસ્ટ જી-આર વિશે
દરમિયાન આ મામલામાં કોર્ટે ડેપ્યુટી સ્પીકર(Deputy speaker) તરફથી રજૂ વકીલ રાજીવ ધવન(Rajiv Dhawan)ને સવાલ કર્યો કે જો ધારાસભ્યો (MLAs) તરફથી નોટિસ મળી હતી તો તેને કેમ નકારી દેવામાં આવી. સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે પોતાની વિરુદ્ધ મામલામાં તેમણે કઈ રીતે ખુદની સુનાવણી કરી અને ખુદ જજ બની ગયા. આ સાથે સુપ્રીમે ડેપ્યુટી સ્પીકરને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. તો સુપ્રીમે મહારાષ્ટ્ર પોલીસ(Maharashtra Police), શિવસેનાના ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરી(Ajay Choudhary) અને ચીફ વ્હીપ બનાવવામાં આવેલા સુનીલ પ્રભુ(Sunil Prabhu)ને પણ નોટિસ ફટકારી છે.
આ સિવાય સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર (Central govt)ને પણ નોટિસ ફટકારી છે અને પૂછ્યું છે કે આવા મામલામાં આખરે સંસદના નિયમ શું કહે છે. કોર્ટે તમામ પક્ષો પાસે 5 દિવસની અંદર નોટિસનો જવાબ માંગ્યો છે. એટલું જ નહીં આ પક્ષો તરફથી નોટિસનો જવાબ મળ્યા બાદ શિંદે જૂથને આદેશ આપવામાં આવ્યો છે કે તે ત્રણ દિવસમાં તેનો જવાબ આપે. સાથે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે 11 જુલાઈ(july)એ વધુ સુનાવણી થશે.