Site icon

Maharashtra Politics: શિવસેના પછી, NCP પણ બેંક ખાતાઓ પર લડ્યા; અજિત પવાર જુથનો બેંકને પત્ર..

Maharashtra Politics: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ સીધો બેંકને પત્ર મોકલ્યો છે. જાણ કરવામાં આવે છે કે અમારી પરવાનગી વિના બેંક ખાતામાંથી કોઈ પણ નાણાકીય વ્યવહારો ન થવા જોઈએ, એવા સૂચનો આપ્યા છે.

Maharashtra Politics After Shiv Sena, NCP also fought over bank accounts; Ajit Pawar Juth's letter to the bank.

Maharashtra Politics After Shiv Sena, NCP also fought over bank accounts; Ajit Pawar Juth's letter to the bank.

News Continuous Bureau | Mumbai 

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં હાલ તમામ પક્ષો લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. ત્યારે શિવસેનાએ ઠાકરે જૂથ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શિવસેનાના ફંડનો ઠાકરે જૂથ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપો ચાલુ હતાં. તેમાં હવે આ સાથે જ વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસે NCP શરદચંદ્ર પવારની પાર્ટી પર સીધો પ્રહાર કર્યો છે. જેમાં NCPની બેંકમાં પાર્ટી ફંડને ( party fund )  લઈને બંને પક્ષો હવે સામસામે આવી ગયા છે. એવા અહેવાલ છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP ) એ બેંકને એક પત્ર મોકલ્યો છે, જેમાં NCP નું ખાતું છે. આ પત્રને કારણે શરદ પવારની ( Sharad Pawar ) NCPને મૂંઝવણનો સામનો કરવો પડે તેવી હવે શક્યતા છે. 

Join Our WhatsApp Community

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP ) એ સીધો બેંકને પત્ર મોકલ્યો છે. જાણ કરવામાં આવે છે કે અમારી પરવાનગી વિના બેંક ખાતામાંથી કોઈ પણ નાણાકીય વ્યવહારો ન થવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, જ્યારે ECIએ એકનાથ શિંદેના જૂથને સત્તાવાર શિવસેના પક્ષ તરીકે માન્યતા આપી , ત્યારે ઠાકરે જૂથના નેતા અનિલ દેસાઈએ શિવસેનાના બેંક ખાતામાંથી 50 કરોડ રૂપિયા ઉપાડી લીધા હોવાનું કહેવાય છે. તેથી NCPના બેંક ખાતા ( Bank account ) સાથે પણ આવું જ થઈ શકે છે. તેથી, સાવચેતીના પગલા તરીકે, એવું માનવામાં આવે છે કે NCP એ શરદ પવાર જૂથને NCP પાર્ટીના બેંક ખાતા સાથે સંબંધિત કોઈપણ વ્યવહારો કરવાથી રોકવા માટે બેંકને પત્ર મોકલ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: ઉદ્ધવ ઠાકરેના પ્રસ્તાવને કેન્દ્ર સરકારની લીલી ઝંડી, થાણેના ફલેમિંગો સાઈટને રામસર સાઈટનો માનવંતો દરજ્જો..

 બંને પાર્ટીનું બેંક ખાતું એક જ છે..

નોંધનીય છે કે, એનસીપીમાં વિભાજન પછી, કેન્દ્રીય ચૂંટણી પંચે મૂળ એનસીપીનું નિયંત્રણ અજિત પવારને સોંપ્યું છે. તેથી, ચૂંટણી માટે શરદ પવારના જૂથને  NCP શરદચંદ્ર પવાર ( ncp sharadchandra pawar ) પાર્ટી તરીકે હવે ઓળખવામાં આવી હતી . જોકે, બંને પાર્ટીનું બેંક ખાતું એક જ છે અને આને લઈને શિવસેના અને ઠાકરે જૂથ વચ્ચે સંઘર્ષ ચાલુ જ હતો. તેમાં શરદ પવાર અને ( Ajit Pawar ) અજિત પવાર વચ્ચે પણ હવે સંઘર્ષ ચાલુ થઈ ગયો છે. પરંતુ આ બંને વચ્ચે ખરી જંગ બારામતી લોકસભા ક્ષેત્રમાં થશે. અજિત પવારની પત્ની સુનેત્રા પવાર આ બેઠક પરથી સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડે તેવી શક્યતા છે. જો તેમ થશે તો લોકસભા ચૂંટણી પ્રચારમાં અજિત પવાર અને શરદ પવારના જૂથ વચ્ચે જોરદાર સંઘર્ષ થશે.

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Exit mobile version