News Continuous Bureau | Mumbai
Maharashtra Politics :મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર 2.0માં આંતરિક વિખવાદ શરૂ થઈ રહ્યો હોય તેવું લાગે છે. અહેવાલ છે કે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મંગળવારે (14 જાન્યુઆરી) રાત્રે તેમના નિવાસસ્થાને NCP ધારાસભ્યોની બેઠક યોજી હતી, જેમાં NCP વડા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસથી નારાજ દેખાયા હતા. મુખ્યમંત્રીએ કોઈપણ ચર્ચા વિના બે એનસીપી મંત્રીઓના નિર્ણયોને નકારી કાઢ્યા હોવાથી અજિત પવાર ગુસ્સે થયા હતા.
Maharashtra Politics : સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણયો મુલતવી રાખ્યા
અજિત પવાર જૂથના મંત્રી હસન મુશ્રીફ તબીબી શિક્ષણ વિભાગ ધરાવે છે અને બાબાસાહેબ પાટીલ સહકાર વિભાગ ધરાવે છે. અહેવાલ મુજબ, બંને મંત્રીઓએ તેમના વિભાગો અંગે કેટલાક નિર્ણયો લીધા હતા, જેને સીએમ દેવેન્દ્ર ફડણવીસે મુલતવી રાખ્યા હતા. અજિત પવારે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. અજિત પવારે આ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી. બેઠકની તસવીરો શેર કરતા અજિત પવારે લખ્યું, “ગઈકાલે રાત્રે દેવગિરી સ્થિત મારા નિવાસસ્થાને NCP ધારાસભ્યો સાથે એક મહત્વપૂર્ણ બેઠક થઈ. આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ, રાજ્યની સમસ્યાઓ અને પાર્ટીના ભવિષ્ય પર વિગતવાર પણ ચર્ચા થઈ…”
काल रात्री देवगिरी या माझ्या शासकीय निवासस्थानी राष्ट्रवादी काँग्रेस पक्षाच्या सर्व आमदारांची प्रमुख सहकाऱ्यांच्या उपस्थितीत महत्त्वपूर्ण बैठक पार पडली. या बैठकीत राज्यातील विविध प्रश्न, समस्या आणि पक्षाची पुढील वाटचाल यावर सर्वांगानं चर्चा झाली.@mahancpspeaks pic.twitter.com/BLYF1ISjXe
— Ajit Pawar (@AjitPawarSpeaks) January 15, 2025
આ સમાચાર પણ વાંચો : Meta India Apologise :મોદી સરકાર સામે ઝૂક્યું મેટા ઇન્ડિયા માર્ક ઝકરબર્ગના વિવાદસ્પદ નિવેદન માટે માંગી માફી- કહ્યું આઈ એમ સોરી ઈન્ડિયા..
Maharashtra Politics :’મહાગઠબંધનમાં સમાધાન ની જરૂર છે’
અહેવાલ છે કે અજિત પવારે પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે જો કોઈએ મહાગઠબંધનમાં રહેવું હોય તો ક્યાંકને ક્યાંક સમાધાન કરવું પડશે. જો ભવિષ્યમાં ગઠબંધન તરીકે આગળ વધવાની યોજના છે, તો સમાધાન જરૂરી છે. આવી સ્થિતિમાં, અજિત પવારે ઈચ્છા વ્યક્ત કરી છે કે નિર્ણયો રદ કરવાનો નિર્ણય પણ ચર્ચા પછી જ લેવામાં આવે.