Site icon

Maharashtra Politics : મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથના તમામ 12 સાંસદો કોની સાથે? અનિલ દેશમુખે કર્યો આ મોટો દાવો…

Maharashtra Politics : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના નેતા અનિલ દેશમુખે બુધવારે કહ્યું કે પાર્ટીના તમામ 12 સાંસદો શરદ પવાર સાથે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બે હરીફ જૂથો એક સાથે આવવાની અટકળોમાં કોઈ તથ્ય નથી.

Maharashtra Politics All MPs are with Sharad Pawar, says NCP (SP) leader Anil Deshmukh

Maharashtra Politics All MPs are with Sharad Pawar, says NCP (SP) leader Anil Deshmukh

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics :  મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ થવાના એંધાણ છે. કારણ કે એનસીપી નેતા શરદ પવારના જૂથના કેટલાક સાંસદો નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના જૂથમાં જોડાશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. આ અટકળો વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે બુધવારે સ્પષ્ટતા કરી કે પાર્ટીના તમામ 12 સાંસદો શરદ પવાર સાથે છે.  

Join Our WhatsApp Community

Maharashtra Politics : આ બધી અટકળો ખોટી છે

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ શરદ પવાર જૂથના કેટલાક લોકસભા સાંસદોનો સંપર્ક કર્યો હતો અને તેમને પાર્ટીમાં જોડાવા માટે પ્રયાસ કર્યો હતો તેવા અહેવાલો અંગેના પ્રશ્નના જવાબમાં તેઓ આ વાત કહી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: India Taliban News: તાલિબાન નહીં બને ભારત માટે ખતરો… અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપ્યું આશ્વાસન, પાકિસ્તાનનું વધશે ટેનશન…

એવી પણ ચર્ચા હતી કે શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી તરત જ હાથ મિલાવશે. તેના પર દેશમુખે કહ્યું, આ બધી અટકળો ખોટી છે. અમારા આઠ લોકસભા સાંસદો અને ચાર રાજ્યસભા સભ્યો શરદ પવારની સાથે ઉભા છે. બીડ જિલ્લામાં સરપંચ સંતોષ દેશમુખની ક્રૂર હત્યા અંગે, ભૂતપૂર્વ ગૃહમંત્રીએ કહ્યું કે ગુનામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

Maharashtra Politics : પાર્ટીનું વિલીનીકરણ ?

જણાવી દઈએ કે અજિત પવારની માતાના નિવેદન બાદ ચર્ચા તેજ થઈ ગઈ હતી કે શરદ પવાર અને અજિત પવાર એક સાથે આવશે અને પાર્ટીનું વિલીનીકરણ કરવામાં આવશે. શરદ પવાર અને અજિત પવાર જૂથના ઘણા નેતાઓ આ વાત સાથે સંમત થયા હતા. (ભાષા ઇનપુટ સાથે)

 

Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Donald Trump: ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની કડવાશ દૂર? વ્હાઇટ હાઉસના ડિનર બાદ ટેસ્લાના માલિકે કેમ કહ્યું ‘Thank You’?
Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Donald Trump: યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પની ‘ગુપ્ત યોજના’: રશિયા સાથે ચાલી રહી છે 28-બિંદુઓ પર ખાનગી ચર્ચા
Exit mobile version