News Continuous Bureau | Mumbai
Maharashtra Politics : લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં અભૂતપૂર્વ સફળતા મેળવ્યા પછી કોંગ્રેસ ( Congress ) પાર્ટી હવે વિધાનસભા ચૂંટણી સંદર્ભે તૈયારી શરૂ કરી રહી છે. આ સંદર્ભે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ મહારાષ્ટ્રના પ્રભારી સાથે બેઠક કરી હતી અને હવે મલ્લિકાર્જુન ખડગે ( mallikarjun kharge ) શરદ પવાર તેમજ રાહુલ ગાંધી ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray ) સાથે મુલાકાત કરશે.
Maharashtra Politics : શું રંધાઈ રહ્યું છે?
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શરદ પવારની ( Sharad Pawar ) પાર્ટી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તેમજ કોંગ્રેસ કેટલી સીટો પર ચૂંટણી લડશે તે સંદર્ભે મડાગાંઠ યથાવત છે. દરેક પાર્ટી વધુમાં વધુ સીટો પર ચૂંટણી ( Assembly elections ) લડવા માંગે છે. આ પ્રસંગે કોંગ્રેસ ( Rahul Gandhi ) પાર્ટી અન્ય બંને દળો સાથે સમન્વય સાધીને આગળ વધવા માંગે છે. આ પરિસ્થિતિને જોતા કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી ખાતે મહત્વપૂર્ણ બેઠકો આયોજિત કરી છે
આ સમાચાર પણ વાંચો : Share Market Updates : શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સે 1046 પોઈન્ટ વધારા સાથે ખુલ્યો, નિફ્ટી ફરી 24000ને પાર કરી ગયો..