News Continuous Bureau | Mumbai
Maharashtra Politics: લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ( BJP ) મહારાષ્ટ્રમાં ફરી એકવાર ઓપરેશન લોટસ શરૂ કર્યું છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની ( Ashok Chavan ) સાથે તેમના વફાદાર અમર રાજુરકરે પણ વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું ( Resignation ) આપી દીધું છે. કોંગ્રેસના 12 ધારાસભ્યોના ( Congress MLAs ) રાજીનામા પણ તૈયાર છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન ‘જુઓ આગળ શું થાય છે’ હાલ ચર્ચામાં છે. તેમણે સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં રાજ્યમાં મોટો રાજકીય ભૂકંપ આવવાનો છે.
પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણના રાજીનામાથી માત્ર કોંગ્રેસને ( Congress ) જ નહીં પરંતુ મહા વિકાસ આઘાડી ( MVA )ને પણ મોટો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ તૂટવાનો અર્થ મહા વિકાસ અઘાડીનો અંત માનવામાં આવે છે. શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પહેલાથી જ અલગ થઈ ચૂકી છે. રાજ્યમાં કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી હતી જેમાં બળવો થયો ન હતો પરંતુ હવે કોંગ્રેસ પણ આઘાતમાં છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. હાલ એવી ચર્ચા છે કે ટૂંક સમયમાં એમવીએની બેઠક બોલાવવામાં આવી શકે છે.
આદર્શ કૌભાંડ છુપાવવા માટે ભાજપમાં જોડાઈ રહ્યો છેઃ શિવસેના..
મિડીયા રિપોર્ટ મુજબ, અશોક ચવ્હાણ 14 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાઈ શકે છે. રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા અશોક ચવ્હાણની મરાઠવાડામાં સારી પકડ છે. મોદી લહેરમાં પણ તેઓ નાંદેડથી લોકસભા સીટ ( Lok Sabha Elections ) જીત્યા હતા. દરમિયાન, સોમવારે ઉત્તર-મધ્ય મુંબઈ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને ભૂતપૂર્વ કાઉન્સિલર જગદીશ અમીન કુટ્ટી અને ભૂતપૂર્વ કાઉન્સિલર રાજેન્દ્ર નરવણેકર નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
આ સમાચાર પણ વાંચો : Farmers Protest: ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચ, બોર્ડર સીલ, ઈન્ટરનેટ બંધ.. જાણો મોદી સરકાર સામે ફરીથી આંદોલન કેમ કરી રહ્યા છે?
નિર્મલા સીતારમણે 8 ફેબ્રુઆરીએ સંસદમાં અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર બહાર પાડ્યું હતું, જેમાં મુંબઈની આદર્શ હાઉસિંગ સોસાયટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ચવ્હાણના રાજીનામાને પણ આદર્શ કૌભાંડ સાથે જોડવામાં આવી રહ્યો છે. નોંખનીય છે કે, આદર્શ કૌભાંડના કારણે અશોક ચવ્હાણને વર્ષ 2010માં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તેથી શિવસેના (UBT) એ ટોણો માર્યો છે કે આદર્શ કૌભાંડ છુપાવવા માટે ભાજપમાં જોડાઈ રહ્યો છે. જો કે ચવ્હાણે કહ્યું કે કોંગ્રેસ છોડવાનો તેમનો અંગત નિર્ણય છે.
દરમિયાન, શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે ભાજપ પર કબજો કરી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની પાર્ટી 400 સીટો જીતશે. જો એમ હોય તો તેઓ શા માટે અન્ય પક્ષો તોડી રહ્યા છે. ઉદ્ધવે કહ્યું કે કોંગ્રેસના આટલા બધા નેતાઓ જોડાયા પછી એક દિવસ એવો આવશે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસમાંથી હશે.