News Continuous Bureau | Mumbai
Maharashtra Politics: લોકસભાની ચૂંટણી નજીકમાં છે. આવી સ્થિતિમાં તમામનું ધ્યાન મહાયુતિના ( Mahayuti ) બેઠક ફાળવણી તરફ છે. રાજ્યમાં મહાયુતીમાં હાલ મોટી મૂંઝવણ સર્જાઈ છે અને બેઠક ફાળવણીની અવિરત પ્રક્રિયાનો હજી કોઈ ઉકેલ આવ્યો નથી. શિંદે જૂથ અને અજિત પવાર ( Ajit Pawar ) જૂથ ભાજપ પાસેથી બેઠકો મેળવવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. જો કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્ર આવ્યા પછી પણ આ પ્રશ્ન યથાવત છે. શિંદે જુથ 13 સીટો પર હાલ ચૂંટણી લડવા મક્કમ છે. તો બીજી તરફ અજિત પવારનું જૂથ પણ 9 બેઠકો માટે દબાણ કરી રહ્યું છે. તો ભાજપ ( BJP ) 32 બેઠકો પર તેનો કબજો જમાવી રહ્યો હોવાથી આ મામલામાં હાલ પેચ ફસાયો છે.
સીટ ફાળવણી પર અંતિમ નિર્ણય દિલ્હીમાં જ લેવામાં આવશે…
દરમિયાન ગઈકાલે સીએમ એકનાથ શિંદેએ ( Eknath Shinde ) અમિત શાહને મળ્યા હતા. જેમાં દીપક કેસરકર પણ તેમની સાથે હતા. જે બાદ એવી પણ ચર્ચા છે કે અજિત પવાર પણ આ જ બેઠકમાં સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, અમિત શાહની ( Amit Shah ) હાજરીમાં મુંબઈમાં સીટ ફાળવણીને લઈને ચર્ચા થઈ હતી. પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. જે બાદ રાજ્યના ભાજપના નેતાઓ દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠક માટે રવાના થયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi: ચૂંટણી પંચે રાહુલ ગાંધી વિરુદ્ધ એડવાઈઝરી જારી કરી, પીએમ મોદી વિરુદ્ધની ટિપ્પણી પર આપી ચેતવણી..
પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ( Devendra Fadnavis ) , પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર ( Ashish Shelar ) , ચંદ્રકાંત પાટીલ અને પ્રવિણ દરેકર દિલ્હી ( Delhi ) જવા રવાના થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીટ ફાળવણી પર અંતિમ નિર્ણય દિલ્હીમાં જ લેવામાં આવશે.