News Continuous Bureau | Mumbai
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મહાઉતિ સરકારના શપથ ગ્રહણ સમારોહને હવે એક અઠવાડિયું પૂરું થઇ ગયું છે. પરંતુ દેવેન્દ્ર ફડણવીસ સરકારનું કેબિનેટ વિસ્તરણ હજુ થયું નથી. હવે આ વિસ્તરણ 14મી ડિસેમ્બરે થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહાયુતિ સરકારમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે શનિવારે યોજાશે. બપોરે 12 વાગ્યે રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આગામી સોમવાર (16 ડિસેમ્બર)થી વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થશે.
અહેવાલ અનુસાર શનિવારે માત્ર 15 થી 20 મંત્રીઓ જ શપથ લેશે. શિયાળુ સત્ર બાદ બાકીના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા છે. તેમાં ભાજપના વધુમાં વધુ 8 થી 10 મંત્રીઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું છે કે એકનાથ શિંદે અને અજિત પવારની પાર્ટીના 5-5 મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. એવા પણ અહેવાલ છે કે મહાયુતિ સરકારની કેબિનેટની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. ભાજપ પાસે 21 પોર્ટફોલિયો હશે, શિવસેના શિંદે જૂથ પાસે 13, જ્યારે NCP અજિત પવાર જૂથ પાસે 9 મંત્રી પદ હશે. પ્રથમ તબક્કામાં 35 ધારાસભ્યો શપથ લેશે. ભાજપના 17, શિવસેનાના 10 અને રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથના 7 ધારાસભ્યો પદના શપથ લેશે. આમાં કોનો સમાવેશ થશે? આ જોવાનું મહત્વનું બની રહેશે.
Maharashtra Politics: નાણાકીય ખાતા અને ગૃહ ખાતા અંગે શું નિર્ણય લેવાય છે?
મહત્ત્વની વાત એ છે કે ભાજપ નાણા અને ગૃહ ખાતું રાખશે. અગાઉની સરકારમાં મુખ્ય પ્રધાન રહેલા એકનાથ શિંદેને નાયબ મુખ્ય પ્રધાન બનવું પડ્યું હોવાથી, શિવસેનાએ વારંવાર દાવો કર્યો છે કે તેમની પાસે ગૃહ પ્રધાન પદ હોવું જોઈએ. જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ખાતું દેવેન્દ્ર ફડણવીસ પાસે જ રહેશે. અજિત પવાર પાસે નાણાકીય ખાતાઓનું સંચાલન કરવાનો બહોળો અનુભવ છે. અજિત પવાર પણ શિંદે સરકારમાં નાણામંત્રી હતા. પરંતુ હવે અહેવાલ છે કે નાણાકીય ખાતું ફડણવીસ પાસે જ રહેશે.
Maharashtra Politics: NCPમાં કોને મળશે મંત્રી પદ?
અજિત પવારની એનસીપીના ચારથી પાંચ મંત્રીઓ શનિવારે શપથ લે તેવી શક્યતા છે. તેમાં ધનંજય મુંડે, અદિતિ તટકરે, છગન ભુજબળ, સંજય બન્સોડે, નરહરી જીરવાલનો સમાવેશ થાય તેવી શક્યતા છે. આગામી તબક્કામાં અનિલ પાટીલ, દત્તા ભરણે, મકરંદ પાટીલ અને ઈન્દ્રનીલ નાઈકને મંત્રી પદ મળવાની શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં CM દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને લગાવ્યો ફોન, નારાજ નેતા સાથે આ મુદ્દે થઇ વાત…
Maharashtra Politics: મંત્રીઓ માટે શિવસેનાની અઢી વર્ષની ફોર્મ્યુલા?
શિવસેના તરફથી 5 થી 6 મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. તેમાં દાદા ભૂસે, શંભુરાજ દેસાઈ, ઉદય સામંત, દીપક કેસરકર, ગુલાબરાવ પાટીલનો સમાવેશ થાય તેવી શક્યતા છે. શિવસેનામાં ઘણા મહત્વાકાંક્ષી મંત્રીઓ છે. તેથી અઢી વર્ષ સુધી મંત્રીપદની ફેરબદલ ચાલુ રહે તેવી શક્યતા રાજકીય વિશ્લેષકોએ વ્યક્ત કરી છે. કેબિનેટ વિસ્તરણમાં શિવસેનાના હિસ્સામાં આવનારા મંત્રીઓને અઢી વર્ષનો સમયગાળો મળશે. મંત્રીનો પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ બીજા ધારાસભ્યને આગામી અઢી વર્ષના સમયગાળા માટે મંત્રી પદ મળશે. શિવસેનાની આ અઢી વર્ષની ફોર્મ્યુલાને કારણે મોટી સંખ્યામાં શિવસેનાના ધારાસભ્યોને મંત્રી પદ મળશે. કેબિનેટ વિસ્તરણમાં શિવસેના સામાજિક, પ્રાદેશિક અને વરિષ્ઠ ધારાસભ્યોને મંત્રીપદની તક આપશે.
Maharashtra Politics: ભાજપમાંથી કોણ મંત્રી પદના શપથ લેશે?
શનિવારે ભાજપના મહત્તમ 10 મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. તેમાં આશિષ શેલાર, રવિન્દ્ર ચવ્હાણ, શિવેન્દ્રરાજે ભોસલે, રાધાકૃષ્ણ વિખે પાટીલ, માધુરી મિસાલ, ચંદ્રશેખર બાવનકુળે, સુધીર મુનગંટીવાર, ગિરીશ મહાજન, પંકજા મુંડે અને અતુલ સેવનો સમાવેશ થઈ શકે છે. તે સિવાય મેઘના બોર્ડીકર, જયકુમાર રાવલ, રાણા જગજીતસિંહ પાટીલ, રાહુલ ઢીકલે, ગોપીચંદ પડલકર, રાહુલ કુલ, મંગલપ્રભાત લોઢા, નિતેશ રાણે અને ગણેશ નાઈકના નામની ભારે ચર્ચા થઈ રહી છે.