News Continuous Bureau | Mumbai
Maharashtra Politics: ભાજપના ( BJP ) નેતા પંકજા મુંડેની આગેવાની હેઠળની પરલી વૈદ્યનાથ સહકારી ખાંડ ફેક્ટરીને વેચાણ માટે મૂકવામાં આવી છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ આ ફેક્ટરી પર બાકી રહેલી રૂ. 203 કરોડ 69 લાખની લોનની વસૂલાત માટે વૈદ્યનાથ ફેક્ટરીની હરાજી ( Auction ) કરવાની પ્રક્રિયા જાહેર કરી છે. પંકજા મુંડે ( Pankaja Munde ) માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
पंकजा मुंडेंना धक्का, कर्जाची रक्कम न भरल्याने वैद्यनाथ कारखाना विक्रीस, 25 जानेवारीला लिलाव#PankajaMunde #Vaidyanath #beed https://t.co/b8Ub8p1W96
— rajkaran (@therajkaran) January 10, 2024
એક રિપોર્ટ મુજબ, થોડા દિવસો પહેલા જ જીએસટી વિભાગે વૈદ્યનાથ ફેક્ટરીને ( Vaidyanath Sugar factory ) 19 કરોડની બાકી રકમને કારણે નોટિસ ફટકારી હતી. તેથી કાર્યકરો અને સમાજના સભ્યોએ જનભાગીદારી અને ફંડિંગ દ્વારા 19 કરોડ રૂપિયા ચૂકવવાની તૈયારી કરી હતી. જો કે, પંકજા મુંડેએ આ માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. જો કે, હવે બેંકે ( Union Bank of India ) આ જંગી બાકીની રકમ વસૂલવા માટે સીધી ફેક્ટરીની હરાજીની પ્રક્રિયા શરૂ કરી છે. તેમજ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર હરાજી પ્રક્રિયા હાથ ધરી છે. આમાં છત્રપતિ સંભાજીનગર ખાતેની યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની ઉસ્માનપુરા શાખાની 20 એપ્રિલ 2021થી બાકી નીકળતી રૂ. 203 કરોડ 69 લાખની લોનની બાકી રકમ, વ્યાજ અને અન્ય દેવાની વસૂલાત માટે બેંકની અહેમદનગર કચેરી દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે . આ હરાજી 25 જાન્યુઆરીના રોજ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી ઓનલાઈન યોજાશે તેવી પ્રાપ્ત માહિતીમાં જાણવા મળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Pakistan Cricket: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો મોટો નિર્ણય, ટીમમાંથી હવે હેડ કોચ સહિત આ બે વિદેશી કોચની કરાઈ હકાલપટ્ટી.
શું છે આ મામલો..
એક રિપોર્ટ મુજબ, પરલી વૈદ્યનાથ કોઓપરેટિવ ફેક્ટરીઓ પર રૂ. 203 કરોડ 69 લાખનું દેવું છે. આ લોન ચુકવવા માટે બેંકે તેમને વારંવાર નોટિસ પણ પાઠવી છે. હરાજીની નોટિસમાં, બેંકે આ નોટિસ વૈદ્યનાથ સહકારી સુગર ફેક્ટરી લિ., ના કુલ 22 સભ્યોના નામે જારી કરી છે.
ઉ્લ્લેખનીય છે કે, પંકજા મુંડે પરલી વૈદ્યનાથ સહકારી સુગર ફેક્ટરીના પ્રમુખ છે. આ ફેક્ટરીની સ્થાપના ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેએ ( Gopinath Munde ) કરી હતી. મરાઠવાડાના ખેડૂતોને ફાયદો થાય તે માટે તેમણે આ ફેક્ટરીની સ્થાપના કરી હતી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ફેક્ટરી પર ઘણી બેંક લોન લેવામાં આવી હતી. જેમાંથી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના પણ 203 કરોડ 69 લાખ રૂપિયા બાકી છે. તેથી, આ કિસ્સામાં, બેંકે નોટિસ જારી કરી છે અને ફેક્ટરીની હરાજી માટે જાહેરાત કરી છે. તેથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે પંકજા મુંડે માટે રાજકીય રીતે આ એક મોટો ઝટકો છે. તો હવે આ અંગે પંકજા મુંડેની પ્રતિક્રિયા શું રહેશે? એ જોવું મહત્વનું બની રહેશે.