News Continuous Bureau | Mumbai
Maharashtra Politics: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસથી લઈને શરદ પવાર, અજિત પવાર ( Ajit Pawar ) , સુપ્રિયા સુલે, સુનેત્રા પવાર, પવાર પરિવારનો ગઢ ગણાતા બારામતીમાં શનિવારે આયોજિત નમો મહારોજગાર મેળા દરમિયાન મંચ પર એકસાથે જોવા મળ્યા હતા. શરદ પવાર અને દેવેન્દ્ર ફડણવીસ ( Devendra Fadnavis ) પણ સ્ટેજ પર સાથે બેઠા હતા. મંચ પરથી અજિત પવારને અભિનંદન આપતાં મુખ્યમંત્રી શિંદેએ સંબોધતા કહ્યું હતું કે, બારામતીના વિકાસમાં શરદ અને અજિત પવારનું યોગદાન મહત્વનું છે. કામની ગુણવત્તા અને તેને સમયસર પૂર્ણ કરવાનો શ્રેય અજિત પવારને જાય છે. તો અજિત પવારે બારામતીમાં ( Baramati ) વિકાસનું મોડેલ આપ્યું છે. આજે બારામતીમાં બે દિવસીય નમો મહારોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના લગભગ 25 હજાર યુવાનો સહભાગી થવાની સંભાવના છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શિંદેએ તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મરાઠા આરક્ષણ અને રાજ્યમાં રોકાણ અંગે પણ વાત કરી. સીએમ શિંદેએ કહ્યું કે અમે વિકાસના કામો વચ્ચે રાજકારણ નથી લાવતા. આ સરકાર રાજકારણથી પર છે.
અજિત પવારને રોજગાર મેળાનો શ્રેય આપતાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, અજિત પવારે આ વિસ્તારના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અજિત પવારે બારામતી બસ સ્ટેન્ડને એરપોર્ટ જેવું બનાવી દીધું છે. અહીં કોર્પોરેટ ઓફિસ જેવું પોલીસ સ્ટેશન છે. તેથી આવી જ સારી ઇમારતો બનાવવા માટે હું અજિત પવારની મદદ લેતો રહીશ. આ તમામ વિકાસ કાર્યો તેમના કારણે થયા છે.
આ સમાચાર પણ વાંચો : Income Tax Raid: કાનપુરમાં તમાકુનો વેપારી નીકળ્યો ધનકુબેર, 2.5 કરોડની હીરાજડિત ઘડિયાળ, 7 કરોડની રોકડ અને ઘરેણા જપ્ત.. દરોડો હજુ ચાલુ.
જ્યાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તે સંસ્થાની સ્થાપના 1971માં થઈ હતીઃ શરદ પવાર..
દરમિયાન શરદ પવારે ( Sharad Pawar ) મંચ પરથી નિવેદન આપતા કહ્યું હતું કે, જ્યાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તે સંસ્થાની સ્થાપના 1971માં થઈ હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજનીતિનું પોતાનું એક સ્થાન છે, પરંતુ શિક્ષણની સાથે નવી પેઢીને રોજગારી આપવાનું કામ પણ મહત્વનું છે. રાજ્ય સરકાર આ કામ કરી રહી છે, તે સારી વાત છે. પવારે કહ્યું કે તેઓ રાજ્ય સરકારને અભિનંદન આપે છે કે તે અહીં નોકરીઓ આપવા માટે આવી છે.
તે બાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે તેમનું નિવેદન આપતા કહ્યું હતું કે, એકનાથ શિંદે ( Eknath shinde ) મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત બારામતી પહોંચ્યા છે. દરેક વિભાગીય વિસ્તારોમાં નમો રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં રોજગાર ઉપરાંત વિકાસના કામોનું ઉદ્ઘાટન પણ થઈ રહ્યું છે. બારામતીમાં પ્રથમ દરજ્જાનું વિકાસ કામ કરવામાં આવ્યું છે. આ માટે મને સીએમ શિંદે અને ડીસીએમ ફડણવીસના સમર્થનની જરૂર છે. તે બાદ સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે બારામતી પહેલાથી જ નંબર વન છે અને આગળ પણ રહેશે.