News Continuous Bureau | Mumbai
Maharashtra Politics :શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના પૂર્વ ધારાસભ્ય રાજન સાલ્વીએ રાજીનામું આપી દીધું છે. અહેવાલ છે કે તેઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાશે. તાજેતરમાં, શિંદે જૂથના નેતાઓએ દાવો કર્યો હતો કે ઉદ્ધવ જૂથના નેતાઓ તેમના સંપર્કમાં છે. આવી સ્થિતિમાં, રાજન સાલ્વીના રાજીનામા સાથે, પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે શું આ ઉદ્ધવ જૂથમાં ઓપેરેશન ટાઈગરની શરૂઆત છે?
રત્નાગીરી જિલ્લાના શિવસેના (UBT) ના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજન સાલ્વીને ઉદ્ધવ ઠાકરેના કટ્ટર સમર્થક માનવામાં આવતા હતા. તેઓ માતોશ્રીના વફાદાર નેતા તરીકે જાણીતા હતા.
Maharashtra Politics :રાજન સાલ્વી ક્યારે શિંદે જૂથમાં જોડાશે?
મીડિયા રિપોર્ટ મુજબ રાજન સાલ્વી આજે એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાશે. સાલ્વી ઘણા વર્ષોથી રત્નાગીરી જિલ્લામાં ધારાસભ્ય તરીકે શિવસેનાનું પ્રતિનિધિત્વ કરે છે. રાજન સાલ્વી કોંકણના લાંજા, રાજાપુર અને સખારપા વિસ્તારોમાં સારી પકડ ધરાવે છે. આ વિસ્તારમાં તેમના સમર્થકોનો મોટો વર્ગ છે.
એવું માનવામાં આવે છે કે વિનાયક રાઉત સાથેના તાજેતરના વિવાદમાં ઉદ્ધવ ઠાકરેએ વિનાયક રાઉતનો પક્ષ લીધો ત્યારે સાલ્વીને દુઃખ થયું હતું. પરિણામ એ આવ્યું કે રાજન સાલ્વીએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો. સાલ્વીના જવાથી કોંકણ ક્ષેત્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથને મોટું નુકસાન થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : શરદ પવારે કર્યું એકનાથ શિંદેનું સન્માન, ઉદ્ધવ સેના થઇ ગુસ્સે… કહ્યું- ‘શિવસેના તોડનારાઓનું સન્માન…
Maharashtra Politics :સાલ્વી 2024ની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા
જણાવી દઈએ કે 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજન સાલ્વીનો પરાજય થયો હતો. 2024ની વિધાનસભા ચૂંટણીમાં રાજન સાલ્વીનો એકનાથ શિંદે જૂથના નેતા કિરણ સામંત સામે પરાજય થયો હતો. બીજી તરફ, કિરણ સામંત રાજન સાલ્વીના પાર્ટીમાં પ્રવેશથી નારાજ છે. કિરણ સામંત મંત્રી ઉદય સામંતના ભાઈ છે.
મહારાષ્ટ્રમાં ઓપરેશન ટાઇગર પર ચર્ચાઓ વચ્ચે, સાલ્વીના રાજીનામાથી રાજ્યમાં રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. છેલ્લા ઘણા દિવસોથી, એકનાથ શિંદે જૂથની શિવસેના ઉદ્ધવ જૂથના 6 સાંસદો અને ધારાસભ્યોના સંપર્કમાં હોવાનો દાવો કરી રહી છે.