News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)ના નેતા સુભાષ દેસાઈ(Subash Desai)એ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમણે માંગણી કરી છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Governor Bhagat singh koshyari)એ દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) અને એકનાથ શિંદે (Eknath Shinde)ની સરકારને સરકાર રચવાની અનુમતિ આપી તે ગેરકાયદેસર છે તેમજ મોજુદા મહારાષ્ટ્રની સરકાર(Maharashtra govt) બંધારણીય રીતે યોગ્ય નથી. જેથી તત્કાલ ધોરણે મહારાષ્ટ્રની સરકાર બરખાસ્ત કરવામાં આવે. આ સંદર્ભે દાદ માગતી અરજી સુપ્રીમ કોર્ટ(supreme court)માં દાખલ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : હવે સંજય રાઉત લાઇન પર આવ્યા- ટ્વીટ કરીને કહ્યું હવે ગુમાવવા માટે કશું રહ્યું નથી- જે આવશે તે મળ્યું સમજો- હાલ સોશિયલ મીડિયા પર વાયરલ- જુઓ તે ટ્વિટ અને જાણો વિગતે
જોકે આ અરજીની સુનાવણી ક્યારે થશે તે સંદર્ભે હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે શિવસેનાએ એકનાથ શિંદે ગ્રુપના 16 ધારાસભ્યો(MLA)ની વિધાનસભાની સદસ્યતા રદ્દ કરવા સંદર્ભે અરજી દાખલ કરી દીધી છે. આ અરજી સંદર્ભે ૧૧ જુલાઇના રોજ સુનાવણી થવાની છે.