Site icon

Maharashtra Politics: શરદ પવાર અને અજિત પવાર વચ્ચેની ‘ગુપ્ત’ બેઠકે મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી.. આનો શું અર્થ થશે? જાણો વિગતવાર અહીં..

Maharashtra Politics: એનસીપીના વડા શરદ પવાર અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર શનિવારે પૂણેના ઉદ્યોગપતિના બંગલામાં મળ્યા હતા.

Maharashtra Politics : I never said Ajit Pawar is our leader: Sharad Pawar refutes earlier statement

Maharashtra Politics : NCP સુપ્રીમો શરદ પવારે માર્યો યુ-ટર્ન - કહ્યું, 'મેં નથી કહ્યું કે, અજિત પવાર અમારા નેતા છે'..

News Continuous Bureau | Mumbai 

Maharashtra Politics: તાજેતરમાં મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. દરમિયાન, શરદ પવાર અને અજિત પવાર વચ્ચેની ગુપ્ત બેઠક બાદ મહારાષ્ટ્રના રાજકીય ગલિયારામાં ખળભળાટ મચી ગયો છે અને મોટી વાત એ છે કે શનિવારે પુણેમાં આ બેઠક આ બંને નેતાઓના ઘરે નહીં પરંતુ એક બિઝનેસમેનના ઘરે થઈ હતી.

Join Our WhatsApp Community

એનસીપીમાં ભાગલા પડ્યા બાદ માહિતી સામે આવી છે કે એનસીપી પ્રમુખ શરદ પવાર અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આજે પુણેમાં ગુપ્ત બેઠક કરી હતી. બંને વચ્ચે અડધો કલાક ચર્ચા થઈ હોવાનું સમજાય રહ્યું છે. જો કે આના પગલે દિવસભર રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી હતી.

પુણેમાં ચાંદની ચોક પુલના ઉદ્ઘાટન સમારોહ બાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર એનસીપી પ્રમુખ શરદ પવારને મળ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એવું પણ સમજાય છે કે આ ગુપ્ત બેઠક એક મોટા ઉદ્યોગપતિના ઘરે થઈ હતી. આ ઉદ્યોગપતિના ઘરની બહાર શરદ પવાર સૌથી પહેલા આવ્યા હતા. આના થોડા સમય બાદ અજિત પવારના કાફલાની માહિતી પણ સામે આવી છે.

આ સમાચાર પણ વાંચો : Asian Championship Trophy: ભારતે ચોથી વખત જીત્યો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ, ફાઇનલમાં મલેશિયાને આટલા ગોલથી આપી માત.. જાણો સંપુર્ણ વિગતો અહીં..

 અજિત પવાર કેમેરાથી બચતા જોવા મળ્યા હતા

અજીત પવાર અને શરદ પવાર પુણે વિસ્તારમાં વેપારીના ઘરે પહોંચતા જોવા મળ્યા હતા. સાંજે પાંચ વાગ્યાની આસપાસ અજીત પવાર નીકળ્યા હતા. લગભગ બે કલાક પછી, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાંજે 6:45 વાગ્યે કેમેરાથી બચવાનો પ્રયાસ કરતા કારમાં પરિસરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.

ભાજપની બોલી – શરદ પવાર અને અજિત પવાર પરિવારના સભ્યો

આ બેઠકમાં વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર NCP અધ્યક્ષ જયંત પાટીલ પણ હાજર રહ્યા હતા. શરદ પવાર અને અજિત પવાર શનિવારે અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપવા પુણેમાં હતા. ભાજપના વિધાનસભ્ય અતુલ ભાટખાલકરે જણાવ્યું હતું કે તેઓ (પવાર અને જયંત પાટીલ) ને પૂછવું વધુ સારું રહેશે કે બેઠક દરમિયાન શું ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે શરદ પવાર અને અજિત પવાર પરિવારના સભ્યો છે.

 

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version