Site icon

Maharashtra Politics : શિંદે ફરી વધાર્યા ફડણવીસના ધબકારા, અચાનક શિવસેનાના ધારાસભ્યો પહોંચ્યા વર્ષા નિવાસ્થાને; જાણો શપથ પહેલાનો તણાવ…

Maharashtra Politics :મહાયુતિ ગઠબંધન સરકાર આજે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહને આડે ગણતરીના કલાક બાકી છે ત્યારે પડદા પાછળ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. કારણ કે શિવસેના પક્ષ પ્રમુખ એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેશે કે નહીં? તે હજુ સ્પષ્ટ થયું નથી.

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics : ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ડેપ્યુટી સીએમ પદ માટે અજિત પવારનું નામ પણ ફાઈનલ છે. આઝાદ મેદાનમાં સાંજે 5.30 વાગ્યાથી મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ થઈ રહ્યો છે. તે પહેલા મહાયુતિમાં ફરી સસ્પેન્સના વાદળો ઘેરાયા છે. એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસના હૃદયના ધબકારા ફરી વધાર્યા છે. મહારાષ્ટ્રમાંથી લેટેસ્ટ અપડેટ એ છે કે એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ પદ સ્વીકારવા તૈયાર નથી.  આમ દેવેન્દ્ર ફડણવીસના રાજ્યાભિષેક પહેલા મહાયુતિ ફરી મુશ્કેલીમાં મુકાય તેમ લાગી રહ્યું છે. શિંદેના ઘરની બહાર હંગામો વધી ગયો છે. શિવસેનાના નેતાઓ અને શિવસૈનિકોનો મેળાવડો થયો છે. શિંદેને મનાવવાના પ્રયાસો ચાલુ છે.

Join Our WhatsApp Community

Maharashtra Politics :એકનાથ શિંદે હજુ પણ ડેપ્યુટી સીએમ પદ માટે અસહમત 

અહેવાલોનું માનીએ તો એકનાથ શિંદે હજુ પણ ડેપ્યુટી સીએમ પદ માટે સહમત નથી. શિવસેનાના નેતા ઉદય સાવંતે કહ્યું કે જો એકનાથ શિંદે શપથ નહીં લે તો શિવસેનાનો કોઈ ધારાસભ્ય શપથ લેશે નહીં. તેમણે કહ્યું કે તમામ ધારાસભ્યો ઈચ્છે છે કે એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બને. દરમિયાન, એકનાથ શિંદેના વર્ષા બંગલા બહાર શિવસૈનિકોની ભીડ જામી છે. નેતાઓથી લઈને કાર્યકર્તાઓ શિંદેને શપથ લેવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ શિવસેનાના ધારાસભ્ય ભરત ગોગાવલે, સંજય શિરસાટ અને ઉદય સાવંત પણ શિંદેને મળવા પહોંચ્યા છે.

Maharashtra Politics : શિવસૈનિકો શા માટે શિંદેની ઉજવણી કરી રહ્યા છે?

બુધવારે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત થતાં જ શિવસેનાના નવા ચૂંટાયેલા ધારાસભ્યો એકનાથ શિંદેને મળ્યા હતા. તેમણે એકનાથ શિંદેને નવી સરકારમાં ડેપ્યુટી સીએમનું પદ સંભાળવાની અપીલ કરી હતી. પાર્ટીના ધારાસભ્યોએ કહ્યું કે તેઓ છેલ્લા બે દિવસથી શિંદેને મળી રહ્યા છે, જે હાલમાં કાર્યકારી મુખ્યમંત્રી છે. તેમને નવી સરકારમાં જોડાવા માટે મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વર્ષા બહાર દિવસભર ધારાસભ્યોનો મેળાવડો જામ્યો હતો. વર્ષા એ એકનાથ શિંદેનું સત્તાવાર નિવાસસ્થાન છે.

આ સમાચાર પણ વાંચો: Maharashtra Politics : મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ પહેલા નવો ડ્રામા, શિવસેનાના ધારાસભ્યએ કહ્યું- જો એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ નહીં બને તો…. ભાજપ ચિંતામાં…

Maharashtra Politics : શિંદે ડેપ્યુટી સીએમ માટે તૈયાર નથી!

મહત્વનું છે કે શિવસેનાએ 288 સભ્યોની વિધાનસભામાં 57 બેઠકો જીતી છે. આમ છતાં પાર્ટી ચીફ શિંદે નાયબ મુખ્યમંત્રી પદ સંભાળવા ઉત્સુક નથી. તેઓ લગભગ અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા છે. આ પહેલા બુધવારે ઉદય સામંતે કહ્યું હતું કે, એકનાથ શિંદે કરતાં અમારી ઈચ્છા વધુ છે. અમે લગભગ 60-61 ધારાસભ્યો (અપક્ષ સહિત) ઈચ્છીએ છીએ કે શિંદે સરકારમાં અમારું નેતૃત્વ કરે. આ અમારો મજબૂત મુદ્દો છે. શિંદે નાયબ મુખ્યમંત્રી બને અને આ શિવસૈનિકો, ધારાસભ્યો અને સાંસદોની ઈચ્છા છે.

Maharashtra Politics : શિવસેના અને એનસીપી વચ્ચે પણ મતભેદો 

બીજી બાજુ દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહ પહેલા અજિત જૂથની એનસીપી અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે મતભેદો સામે આવ્યા છે. એનસીપીના કાર્ડમાં શિવસેનાના નાયબ મુખ્યમંત્રીનું નામ નથી. જ્યારે શિવસેનાએ પોતાના કાર્ડમાં માત્ર મુખ્યમંત્રીનું નામ લખ્યું છે. આ પહેલા પણ શિવસેના અને એનસીપી વચ્ચે પોર્ટફોલિયોને લઈને મતભેદો સામે આવી ચૂક્યા છે. એનસીપી સરકારમાં શિવસેના જેવો જ પોર્ટફોલિયો માંગી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શિંદેની શિવસેનાએ એનસીપી કરતાં વધુ બેઠકો જીતી છે.

Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Exit mobile version