News Continuous Bureau | Mumbai
Maharashtra Politics: વિધાન પરિષદે ( Legislative Council ) શુક્રવારે એક વર્ષ પછી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની ( Corruption Prevention Act ) જોગવાઈઓને સમાવતા મહારાષ્ટ્ર લોકાયુક્ત બિલને ( Maharashtra Lokayukta Bill ) મંજૂરી આપી હતી. આથી હવે ભ્રષ્ટાચારના આરોપી નેતાઓની તપાસ શક્ય બનશે અને મુખ્યમંત્રી ( Chief Minister ) , મંત્રીઓ ( Ministers ) અને ધારાસભ્યો ( MLA ) પણ આ કાયદાના દાયરામાં આવશે.
આ બિલ ગયા વર્ષે શિયાળુ સત્રમાં ( winter session ) વિધાનસભામાં ( assembly ) પસાર થયું હતું. લગભગ એક વર્ષ પછી તેને વિધાન પરિષદમાં મંજૂરી મળી હતી. આ નવો કાયદો હવે 1971ના લોકાયુક્ત એક્ટનું સ્થાન લેશે. જેમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાનો સમાવેશ થશે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે વિધાન પરિષદમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા સિવાય, જનપ્રતિનિધિઓ સામે કેસ નોંધવા માટેના બિલમાં કેટલીક અન્ય જોગવાઈઓ પણ સામેલ કરવામાં આવી છે. વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેની માંગણી મુજબ લોકાયુક્ત કાયદો તૈયાર કરવામાં આવ્યો હતો. આ મુસદ્દાને વિધાનસભામાં મંજૂર કરવામાં આવ્યો હતો. વિધાન પરિષદમાં બિલ રજૂ થયા બાદ તેમાં સભ્યોના સૂચનો સામેલ કરવામાં આવ્યા હતા. આથી ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ કે જેઓ પર ભ્રષ્ટાચારનો આરોપ છે તેમની તપાસ આ પદ્ધતિથી થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Hardik Pandya: મુંબઈ ઈન્ડિયન્સ ટીમને નવા કેપ્ટન મળતા જ લાગ્યો મોટો ઝટકો.. સોશ્યિલ મિડીયા પર ચાહકોએ કર્યું કંઈક આવું.. ટીમને થયું મોટુ નુકસાન.. જાણો વિગતે…
મંત્રી કે પૂર્વ મંત્રી વિરુદ્ધ તપાસ માટે રાજ્યપાલ અને મંત્રીમંડળની મંજૂરીની જરૂર પડશે…
‘લોકાયુક્ત હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હશે. ફડણવીસે કહ્યું કે, તેમની નિમણૂક મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, બંને ગૃહમાં વિરોધ પક્ષના નેતા, વિધાનસભાના અધ્યક્ષ અને વિધાન પરિષદ દ્વારા કરવામાં આવશે. આ કાયદા મુજબ જો મુખ્યમંત્રી કે પૂર્વ મુખ્યમંત્રી સામે કોઈ ફરિયાદની તપાસ કરવી હોય તો વિધાનસભાના બે તૃતિયાંશ સભ્યોની મંજૂરી જરૂરી રહેશે. મંત્રી કે પૂર્વ મંત્રી વિરુદ્ધ તપાસ માટે રાજ્યપાલ અને મંત્રીમંડળની મંજૂરીની જરૂર પડશે. તેથી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની તપાસ અને વિધાન પરિષદના સભ્યની તપાસ માટે અધ્યક્ષની સંમતિ લેવી ફરજિયાત રહેશે. ફડણવીસે એમ પણ કહ્યું કે જો ફરિયાદ ખોટી હોવાનું જણાય તો આવી વ્યક્તિ સામે કેસ નોંધવાની કાયદામાં જોગવાઈ છે.