Site icon

Maharashtra Politics : ‘ના ના કરતે પ્યાર તુમ્હી સે…’, ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ એક સાથે જોવા મળ્યા; જુઓ વિડીયો..

Maharashtra Politics : મહારાષ્ટ્રમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. આ દરમિયાન રસપ્રદ તસવીર જોવા મળી હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે જોવા મળ્યા હતા.

Maharashtra Politics Uddhav, Fadnavis chat while waiting for lift, spark speculation

Maharashtra Politics Uddhav, Fadnavis chat while waiting for lift, spark speculation

    News Continuous Bureau | Mumbai

Maharashtra Politics : મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. આજે પહેલા જ દિવસે ગૃહમાં જતા પહેલા બે વિપક્ષી નેતાઓ વચ્ચે અનોખી મુલાકાત થઈ હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેની અદ્ભુત મુલાકાત થઈ હતી જેની કદાચ તેઓએ અપેક્ષા પણ નહી કરી હોય. વાસ્તવમાં, બંને વિધાન પરિષદના સભાગૃહમાં જતા સમયે મળ્યા હતા, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં બંને એક જ લિફ્ટમાં સાથે જતા જોવા મળ્યા હતા. 

Join Our WhatsApp Community

Maharashtra Politics :  ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ એક સાથે 

Maharashtra Politics :  ‘ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે’  ઉદ્ધવ ઠાકરેની પ્રતિક્રિયા 

મહારાષ્ટ્રના રાજકારણના બે મોટા નેતાઓની મુલાકાતના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. આ પછી, ઉદ્ધવ ઠાકરેએ મીડિયા સાથે વાતચીત દરમિયાન આ મુલાકાત પર કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથેની તેમની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે લોકોને લાગી રહ્યું છે કે ‘ના ના કરતા પ્યાર તુમ્હી સે કર બેઠે’ જ્યારે કે  એવું કંઈ નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે કે હવે અમે અમારી આગામી ગુપ્ત બેઠકો લિફ્ટમાં કરીશું.

આ સમાચાર પણ વાંચો : Anant-Radhika wedding: અનંત અંબાણી પોતે જ આપી રહ્યા છે લગ્નની કંકોત્રી, હવે આ બોલીવુડ અભિનેતાના ઘરે ગયા અને આપ્યું આમંત્રણ.. જુઓ વિડીયો

Maharashtra Politics : આખરે શું થયું..  

દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય કેટલાક નેતાઓ વિધાનસભાના સત્ર માટે ગૃહમાં જવા માટે લિફ્ટની બહાર ઉભા હતા. તે જ સમયે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મિલિંદ નાર્વેકર તે લિફ્ટ પાસે આવ્યા હતા. આ પછી, ઉદ્ધવ ઠાકરે, મિલિંદ નાર્વેકર, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય કેટલાક નેતાઓ લિફ્ટમાંથી હોલમાં પ્રવેશ્યા. જો કે, ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ એક જ લિફ્ટમાંથી હોલમાં પ્રવેશ્યા..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Patience Has Run Out:ભારતની એન્ટ્રીથી પાકિસ્તાન ફફડ્યું! રક્ષામંત્રી ખ્વાજા આસિફનો સનસનીખેજ આરોપ- ‘તાલિબાને અફઘાનિસ્તાનને ભારતની કોલોની બનાવી દીધું’..
Pakistan-Afghanistan War:પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાન: મધરાતે એરસ્ટ્રાઈક બાદ તાલિબાને પાકિસ્તાની સેનાને પાઠ ભણાવ્યો? જાણો અત્યાર સુધીના મોટા અપડેટ્સ.
Exit mobile version