Site icon

Maharashtra Politics: લોકસભાની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરેએ બનાવ્યો માસ્ટર પ્લાન: આ 10 લોકોના માટે જવાબદારી… જાણો વિગતે..

Maharashtra Politics: ઠાકરે જૂથે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સાથે શિંદે જૂથને ટક્કર આપવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં સંગઠનાત્મક નિર્માણ પર ભાર આપવા વિભાગીય નેતાઓની યાદી જાહેર કરી છે.

Maharashtra Politics Uddhav Thackeray made a master plan for the Lok Sabha elections Responsibility for these 10 people..

Maharashtra Politics Uddhav Thackeray made a master plan for the Lok Sabha elections Responsibility for these 10 people..

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics: ઠાકરે જૂથે ( Thackeray Group ) આગામી વિધાનસભા ચૂંટણી ( Assembly Elections ) માં ભાજપ ( BJP ) ની સાથે શિંદે જૂથ ( Shinde Group ) ને ટક્કર આપવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray )મહારાષ્ટ્ર ( Maharashtra ) માં સંગઠનાત્મક નિર્માણ પર ભાર આપવા વિભાગીય નેતાઓની યાદી જાહેર કરી છે. આ 10 નેતાઓને અલગ-અલગ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.

Join Our WhatsApp Community

જેમાં ધારાસભ્ય રવિન્દ્ર વાયકર સહિત સાંસદ સંજય રાઉત, અનિલ દેસાઈ, રાજન વિખારે, અનંત ગીતે, ચંદ્રકાંત ખૈરે, સુનીલ પ્રભુ, ભાસ્કર જાધવ, વિનાયક રાઉતના નામ સામેલ છે. આ તમામ નેતાઓને જુદા જુદા વિભાગોની સંગઠનાત્મક જવાબદારી સોંપવામાં આવી છે.

ક્યાં વિભાગમાં કઈ જવાબદારી…

સાંસદ સંજય રાઉતને લોકસભા મતવિસ્તાર નાસિક, ડિંડોરી, જલગાંવ, રાવેર, ધુલે, નંદુરબાર, નગર, શિરડી, પુણે, બારામતી, શિરુર, માવલ (વિધાનસભા પિંપરી ચિંચવડ, માવલ) ની જવાબદારી સોંપવામાં આવી છે.

અનંત ગીતેને કોંકણ (રાયગઢ) વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પક્ષ વૃદ્ધિ અને રાયગઢ, માવલ (વિધાનસભા પનવેલ, કર્જત, ઉરણ) મતવિસ્તારમાં ચૂંટણી માટે જવાબદાર રહેશે.

પૂર્વ સાંસદ ચંદ્રકાંત ખૈરેને મરાઠવાડા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. ખૈરે સંભાજીનગર, જાલના લોકસભા મતવિસ્તારમાં કામ કરશે.

સાંસદ અરવિંદ સાવંતને પશ્ચિમ વિદર્ભની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ બુલઢાણા, અકોલા, અમરાવતી, યવતમાલ-વાશિમ, વર્ધા લોકસભા મતવિસ્તારોમાં ઠાકરે જૂથનું કામ જોશે.

આ સમાચાર પણ વાંચોઃ Lok Sabha Election 2024 : ઈશાન મુંબઈ : મનોજ કોટક સામે આ ઉમેદવાર કોંગ્રેસ-એનસીપી અને ઠાકરે તરફથી ઉમેદવાર હશે. થઈ ગઈ જાહેરાત…

સાંસદ અનિલ દેસાઈને પશ્ચિમ મહારાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે. અનિલ દેસાઈ સતારા, માધા, સાંગલી, કોલ્હાપુર, ઇચલકરંજી મતવિસ્તારમાં કામ કરશે.

ધારાસભ્ય સુનિલ પ્રભુને સોલાપુર ધારાશિવ, લાતુર, બીડ લોકસભાની સાથે મરાઠવાડાના કેટલાક જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.

વિધાનસભ્ય ભાસ્કર જાધવને પૂર્વ વિદર્ભમાં નાગપુર, રામટેક, ભંડારા-ગોંદિયા, ચંદ્રપુર, ગઢચિરોલી-ચિમુર લોકસભા સીટની જવાબદારી સોંપવામાં આવી છે.

સાંસદ વિનાયક રાઉતને કોંકણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. અરવિંદ સાવંત રત્નાગીરી, સિંધુદુર્ગ લોકસભા મતવિસ્તારમાં પાર્ટી વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

મુખ્યમંત્રી એકનાથ શિંદેના ગઢમાં ઠાકરે જૂથે સાંસદ રાજન વિખરેને જવાબદારી સોંપી છે. રાજન વિખરે થાણે, કલ્યાણ, ભિવંડી, પાલઘર લોકસભા ચૂંટણીમાં ઠાકરે જૂથનું પ્રતિનિધિત્વ કરશે.

ધારાસભ્ય રવિન્દ્ર વાયકરને મરાઠવાડાના નાંદેડ, હિંગોલી, પરભણી લોકસભા સીટની જવાબદારી સોંપવામાં આવી છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version