ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જૂન 2021
શનિવાર
પહેલા તબક્કાના અનલૉકમાં એટલે કે લેવલ 1માં મહારાષ્ટ્રના 10 જિલ્લા આવે છે, જ્યારે મુંબઈ ઉપનગર અને શહેરનો સમાવેશ ત્રીજા લેવલમાં કરવામાં આવ્યો છે. દર અઠવાડિયામાં પૉઝિટિવિટી રેટ અને ઑક્સિજન ઑક્યુપેન્સી રેટના આધારે શહેર અને જિલ્લાના લેવલ બદલાશે. જેમાં સોમવાર સાતથી જૂનથી એક અઠવાડિયા સુધી કયાં શહેરોમાં કયા પ્રકારનું અનલૉક હટાવવામાં આવશે એ જાણો.
લેવલ 1માં પૉઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો છે અને ઑક્સિજન ઑક્યુપેન્સી રેટ 25 ટકાની અંદર છે એવાં શહેરોમાં સોમવારથી લૉકાડઉન હટાવી લેવામા આવશે. એમાં અહમદનગર, ચંદ્રપુર, ધુળે, ગોંદિયા, જળગાંવ, જાલના, લાતુર, નાગપુર, નાંદેડ અને યવતમાળનો સમાવેશ થાય છે.
ભાગેડુ મેહુલ ચોકસીને લેવા ગઈ છે મહારાષ્ટ્રની આ લૅડી સિંઘમ; CBIમાં ઘરાવે છે આ ઉચ્ચ હોદ્દો, જાણો વિગત
લેવલ 2માં હિંગોલી અને નંદુરબાર જિલ્લાનો સમાવેશ થાય છે.
લેવલ 3માં મુંબઈ શહેર, મુંબઈ ઉપનગર, થાણે, નાશિક, ઔરંગાબાદ, અકોલા, અમરાવતી, બીડ, ભંડારા, ગઢચિરોલી, ઉસ્મનાબાદ, પાલઘર, પરભણી,, સોલાપુર, વર્ધા, વાશિમનો સમાવેશ થાય છે.
લેવલ 4માં પુણે, બુલઢાણા, કોલ્હાપુર, રાયગઢ,રત્નાગિરિ, સાંગલી, સાતારા, સિંધુદુર્ગનો સમાવેશ થાય છે.
લેવલ 5માં હાલ મહારાષ્ટ્રના એક પણ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
રાજ્યની બીજી લહેરમાં દર એક કલાકે 12 દર્દીઓનાં મોત, દેશના મૃત્યુદરમાં મહારાષ્ટ્ર છઠ્ઠા સ્થાને