Maharashtra private placement : મહારાષ્ટ્ર ની ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ માટે નવા નિયમોનો ખરડો બન્ને ગૄહોમાં પસાર…

Maharashtra private placement :મહારાષ્ટ્ર રાજ્યમાં રોજગાર મેળાઓની સંખ્યામાં વધારો, તેનાથી યુવાનોને થનારા ફાયદા અને મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમ યોજના દ્વારા વિદ્યાર્થીઓને રોજગારની તકો સાંપડી છે. આગામી દિવસોમાં આ પગલાંઓ દૂરંદેશીવાળા અને માર્ગદર્શક સાબિત થશે.

by kalpana Verat
Maharashtra private placement Maharashtra Govt Passes Law To Curb Recruitment Fraud, Boost Transparency In Job Placements

  News Continuous Bureau | Mumbai

Maharashtra private placement :

  • રોજગાર વાંચ્છુ યુવાનોની છેતરપિંડી રોકવા સરકારે કમર કસી
  • હવે દરેક પ્લેસમેન્ટ એજન્સી સરકારના રજિસ્ટર્ડ માળખા હેઠળ હશે: મંત્રી લોઢા

મુંબઇ, ૨૬ માર્ચ: મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ પર નિયંત્રણ લાવવા અને યુવાનોને છેતરપિંડીથી બચાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મહારાષ્ટ્ર ખાનગી રોજગાર એજન્સીઓ (નિયમન) બિલ, ૨૦૨૫, બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે, જે રાજ્યમાં નોકરી શોધનારાઓ માટે એક સુરક્ષિત અને વધુ પારદર્શક વ્યવસ્થા બનાવે છે. કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ યુવાનોના કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે અત્યાર સુધીમાં શ્રેણીબધ્ધ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

તેમણે વિધાન પરિષદના સભ્યોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્યમાં રોજગાર મેળાઓની સંખ્યામાં વધારો, તેનાથી યુવાનોને થનારા ફાયદા અને મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમ યોજના દ્વારા વિદ્યાર્થીઓને રોજગારની તકો સાંપડી છે. આગામી દિવસોમાં આ પગલાંઓ દૂરંદેશીવાળા અને માર્ગદર્શક સાબિત થશે. મહારાષ્ટ્ર ખાનગી રોજગાર એજન્સીઓ (નિયમન) બિલ ૨૦૨૫ રજૂ કરવાનો નિર્ણય પણ ઐતિહાસિક હોવાની નોંધ લેવા તેમણે વિધાન પરિષદનાં સભ્યોને જણાવ્યું હતું. રહેશે. આ બિલ નકલી ભરતી પ્રક્રિયાઓ દ્વારા બેરોજગાર લોકોની છેતરપિંડી રોકવા માટે નિવારક પગલાં લઈને ઉમેદવારોના રોજગાર હિતોનું રક્ષણ કરશે.

આ બિલ વિશે બોલતા મંત્રી લોઢાએ કહ્યું, “માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજીએ રાજ્યમાં સરકાર બનાવ્યા પછી દરેક વિભાગને ૧૦૦ દિવસનો કાર્યક્રમ તૈયાર કરવા કહ્યું હતું. માનનીય મુખ્યમંત્રીએ કહ્યું કે આ બિલને કૌશલ્ય વિકાસ વિભાગના ૧૦૦ દિવસના કાર્યક્રમમાં સામેલ કરવું જોઈએ અને તે મુજબ આજે મહારાષ્ટ્ર ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ (નિયમન) બિલ ૨૦૨૫ રજૂ કરવામાં આવ્યું છે. આ આ કાયદો યુવાનોના અધિકારોનું રક્ષણ કરશે અને પ્લેસમેન્ટ એજન્સીઓ પર પણ નિયંત્રણ મૂકશે. હવે દરેક પ્લેસમેન્ટ એજન્સી સરકારના રજિસ્ટર્ડ માળખા હેઠળ હશે, જે પારદર્શિતા લાવશે અને યુવાનોનો વિશ્વાસ વધારશે.”

આ કાયદાનો ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોને દેશ અને વિદેશમાં રોજગારની તકો પૂરી પાડવાનો, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ કરીને તેમની ભાગીદારી વધારવાનો, તેમની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો અને સંસ્થાના ગુણવત્તાયુક્ત કાર્યને પ્રોત્સાહન આપવાનો છે.

Maharashtra private placement :કાયદાની વિશેષ જોગવાઇ:

૧. પહેલા, ગુમાસ્તા લાયસન્સના આધારે એજન્સી શરૂ કરી શકાતી હતી, પરંતુ હવે તે શક્ય નથી. બધી પ્લેસમેન્ટ એજન્સીઓએ સરકારના નોંધણી અધિકારી સાથે નોંધણી કરાવવી જરૂરી છે અને માન્ય નોંધણી પ્રમાણપત્ર વિના તેઓ કામ કરી શકશે નહી.
૨. જો ખોટી માહિતી, ખોટા દસ્તાવેજો, છેતરપિંડી, માહિતીનો દુરુપયોગ, રોજગાર આપવામાં નિષ્ફળતા અથવા ઇનકાર, સરકારના નામે લોકોને ગેરમાર્ગે દોરવા જેવી કોઈપણ બાબત ધ્યાનમાં આવશે, તો તે એજન્સીનું નોંધણી પ્રમાણપત્ર રદ અથવા સસ્પેન્ડ કરવામાં આવશે.
૩. આ બિલમાં નોંધણી વગર કાર્યરત સંસ્થાઓ માટે દંડનીય કાર્યવાહી અથવા કેદની પણ જોગવાઈ છે.
૪. સરકારે માત્ર નિયમન માટે જ નહીં, પરંતુ રોજગારની તકો વધારવા માટે પણ પગલાં લીધાં છે.

આ સમાચાર પણ વાંચો  વાહનચાલકો થઈ જાઓ તૈયાર… મુંબઈના આ વિસ્તારમાં ટ્રાફિક જામ વધુ વધશે, 125 વર્ષ જૂનો બ્રિટિશ યુગનો બ્રિજ તોડી પડાશે… એપ્રિલમાં શરૂ થશે કામગીરી..

ભવિષ્યમાં કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા નોકરી મેળાઓ, કારકિર્દી માર્ગદર્શન, કૌશલ્ય વિકાસ વર્કશોપ અને રજિસ્ટર્ડ ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ સાથે સેમિનાર યોજવા જેવા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ બિલ મહારાષ્ટ્રમાં નોકરી શોધતા યુવાનોને વધુ સુરક્ષિત અને પારદર્શક પ્લેસમેન્ટ સેવાઓ પ્રદાન કરશે અને ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓના અનિયમિત સંચાલન પર નિયંત્રણ લાવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like