News Continuous Bureau | Mumbai
Maharashtra Rains: હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર પુણેમાં આજે રેડ એલર્ટ છે અને ભારે વરસાદની સંભાવના છે. પુણેની સાથે પાલઘર, થાણે અને રાયગઢ જિલ્લા પણ વરસાદના કારણે રેડ એલર્ટ પર છે. મુંબઈ, રત્નાગીરી અને સાતારામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
महाराष्ट्र का कोल्हापुर जिले में लगातार हो रही बारिश से पंचगंगा नदी उफान पर, मंदिरों में पानी भरा.. pic.twitter.com/r0akcLWd1U
— Vivek Gupta (@imvivekgupta) July 21, 2023
હવામાન વિભાગે આગામી 4 દિવસમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. વિદર્ભના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને અહીં પણ ભારે વરસાદ થશે. આ સાથે નાસિક, કોલ્હાપુર અને સિંધુદુર્ગ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Shilpa Shetty : ‘દેવ’ બાદ હવે ‘અંજલિ’ ની પણ ટામેટા ના ભાવ જોઈ ને વધી ગઈ ‘ધડકન’, શેર કર્યો ફની વિડીયો
પંચગંગા નદીમાં પાણીનો વધારો, મંદિરોમાં પાણી ભરાયા.
મહારાષ્ટ્રમાં સતત બે દિવસથી વરસાદ ચાલુ છે. તેથી મહારાષ્ટ્રની માથે જે પાણી કાપની સમસ્યા હતી. તે હવે દુર થઈ ગઈ છે. સાત તળાવમાં જે પાણીની સમસ્યા હતી તેમાં હવે પાણી પુરવઠોમાં વધારો થયો છે. તે સાથે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં સતત મુશળાધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાય ગયા છે. તેમજ પંચગંગા નદીમાં પાણીનુ લેવલમાં વધારો નોંધાયો છે. તેથી કેન્દ્ર સરકારે લોકોને વગર કામે બહાર નીકળવાની મનાય ફરમાવી છે. સતત પડતા વરસાદના કારણે જાહેર રસ્તાથી માંડીને મંદિરોમાં પણ પાણી ભરાય ગયા છે.
મંદિરમાં પાણી ભરાયા હોવાના દ્રશ્ય સોશ્યલ મિડીયામાં વાયરલ થયા હતા. મંદિરમાં પુજારી સહિત લોકો ભરાયેલ પાણીમાં દર્શન કરતા નજરે પડ્યા હતા.. આમ હવામાન વિભાગે હજી 4 દિવસની આગાહી આપી છે.