ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર
મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા ધરખમ ઘટાડો થઈ રહ્યો છે, તેના પરથી જણાઈ રહ્યું છે કે રાજ્ય ત્રીજી લહેર ચરમસીમાને પાર કરી ગયું છે એવું મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ એવું એક મિડિયા હાઉસને જણાવ્યું હતું.
રાજ્યમાં છેલ્લા એક-બે મહિનાથી સતત વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યામાં હાલમાં ઘટાડો થઈ રહ્યો છે. દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારાને કારણે તેને કોરોનાની ત્રીજી લહેર કહેવામાં આવી હતી.હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ આ બાબતે કહ્યું હતું કે "નાસિક, નાગપુર, પુણે અને ઔરંગાબાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં દર્દીઓની સંખ્યા હજુ પણ વધી રહી છે. પરંતુ મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરમાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે.
શું મહારાષ્ટ્ર ‘માસ્ક’ ફ્રી થશે? ઠાકરે સરકારના આ નેતાએ આપ્યું આ મોટું નિવેદન; જાણો વિગતે
રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, "શહેરી વિસ્તારોમાં દર્દીઓની સંખ્યા ઘટી રહી હોવા છતાં, ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જો કે, દર્દીઓ પાંચથી સાત દિવસની સારવાર પછી સ્વસ્થ થઈ રહ્યા છે. ત્રીજી લહેર જોખમને ધ્યાનમાં રાખીને, રાજ્યના આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ કરી હતી. દર્દીઓ માટે પથારીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, રાજ્યમાં 92 થી 95 ટકા પથારીઓ હજુ પણ ખાલી છે. ઓક્સિજન દર્દીઓ માત્ર એક ટકા સુધી છે. કેટલાક ચેપ ગ્રસ્ત દર્દીઓની ઘરે સારવાર કરવામાં આવી રહી છે. તેથી ચિંતા કરવાની જરૂર નથી.
આગળ બોલતા રાજેશ ટોપેએ કહ્યું કે હાલમાં નવા વેરિઅન્ટ પર ચર્ચા ચાલી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા તેના પર સંશોધન કરી રહી છે. જાણવા મળ્યું છે કે નવો વેરિઅન્ટ વધુ ખતરનાક છે. પરંતુ નવા પ્રકારનો દર્દી હજુ સુધી ક્યાંય મળ્યો નથી. તેથી વધારે ચિંતા કરવાની જરૂર નથી."