ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
છેલ્લા ઘણાં સમયથી મહારાષ્ટ્રમાં બળાત્કારની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે.
સાકીનાકા બળાત્કારની ઘટના અને છેલ્લે ડોમ્બિવલીમાં થયેલ સામૂહિક બળાત્કારની ઘટના બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના 2020ના આંકડા મુજબ, બળાત્કારના ગુનાના દરમાં મહારાષ્ટ્ર 23મા ક્રમે હતું. પરંતુ છેલ્લા એક વર્ષમાં સમગ્ર દેશમાં, મહારાષ્ટ્ર બળાત્કારની ઘટનાઓમાં ચોથા ક્રમે આવી ગયું છે. 2019માં મહિલાઓ પર થતાં અત્યાચારની ઘટનામાં રાજ્ય 10મા ક્રમે હતું.
NCRB કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતી સંસ્થા છે. દર વર્ષે દેશમાં થતા ગુનાના આંકડા આ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ બે દિવસનું વિશેષ સત્ર બોલાવવાનું સૂચન કર્યું હતું. આ અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દેશભરમાં મહિલાઓ પર થતા અત્યાચારની યાદી રાજ્યપાલને મોકલી હતી. તેને જોતા ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલે મહારાષ્ટ્રમાં ગુનામાં ઘટાડાનો આંકડો રજૂ કર્યો હતો.
મુંબઈમાં શાળાઓ ક્યારે ખૂલશે? મેયરે આપ્યો આ જવાબ
મુખ્યમંત્રીએ પત્રમાં સાથે ગુજરાતનું જોડાણ પણ સાધ્યું હતું
મુખ્યમંત્રીના પત્રનું ગુજરાત જોડાણ રાજ્યપાલને લખેલા પત્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુજરાત વિશેના આંકડા પણ આપ્યા હતા. આ પત્રમાં ઠાકરેએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસના રિપોર્ટ મુજબ 14 મહિલાઓએ બળાત્કાર, જાતીય શોષણ જેવા અત્યાચારનો સામનો કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદમાં 2908 મહિલાઓ ગુમ થઈ છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી 14,229 મહિલાઓ ગુમ થઈ છે. 2015 થી ગુજરાતમાં નિર્દય અત્યાચારોનું પ્રમાણ વધ્યુ છે.
છેલ્લા એક વર્ષમાં દેશભરમાં ઘટનાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર ચોથા સ્થાને છે. સૌથી વધુ બળાત્કારની ઘટનાઓ રાજસ્થાન 5310માં બની છે. આ પછી ઉત્તરપ્રદેશમાં 2769, મધ્યપ્રદેશમાં 2339 અને મહારાષ્ટ્રમાં 2061 ઘટનાઓ બની હતી. 2020માં સમગ્ર દેશમાં 219 ઘટનાઓમાંથી 20 ઘટનાઓ મહારાષ્ટ્રની છે. રાજ્યમાં 2018માં 23 અને 2019માં 15 આવી ઘટનાઓ બની હતી.
દહેજ હત્યાની બાબતે રાજ્ય 9મા ક્રમે છે. આ ગુનામાં રાજ્ય દેશમાં 18મા ક્રમે છે.