મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 56,286 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 376 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 32,29,547 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 36,130 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 82.05% થયો છે
હાલ રાજ્યમાં 5,21,317 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,13,85,551 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
મહારાષ્ટ્રમાં હવે મુદ્દાનો સવાલ, 15 લાખ વેક્સિન ક્યાં ગઈ? શું ૫ લાખ ખરેખર વેડફાઈ?
