ન્યુઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 જુલાઈ 2020
મહારાષ્ટ્ર સરકારે શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (એમએસસીઇઆરટી) ના ધોરણ 1 થી 12 ના અભ્યાસક્રમોમાં 25 % ઘટાડવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. એમ, શાળાના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે જાહેરાત કરી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા આ પ્રકારનો નિર્ણય સૌ પ્રથમવાર લેવામાં આવ્યો છે.
શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જણાવ્યું હતું, “કોવીડ -19 રોગચાળાને કારણે 2020-21 શૈક્ષણિક વર્ષને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. લોકડાઉન ને કારણે દેશભરમાં શૈક્ષણિક સમયપત્રક ખોરવાઈ ગયું છે. આથી આ નિર્ણય વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભારણને ઓછો કરવા માટે લેવામાં આવ્યો છે."
નોંધનીય છે, મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા તમામ અંતિમ વર્ષની યુનિવર્સિટી પરીક્ષાઓ પણ રદ કરવાનો નિર્ણય અગાઉ લેવાયો હતો. જોકે, પરીક્ષા બાબતે કેન્દ્ર સાથે મતભેદ છે. કારણકે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં યુનિવર્સિટીઓને અંતિમ વર્ષની પરીક્ષાઓ યોજવા હાલ સૂચના આપી છે. જ્યારે મહારાષ્ટ્ર સહિત અન્યો કેટલાક રાજ્યોએ કેન્દ્રને પત્ર લખીને માર્ગદર્શિકામાં સુધારો કરવા કહ્યું છે. આ મામલો હજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને તાજેતરમાં યુજીસીએ અહેવાલ આપ્યો હતો કે મહારાષ્ટ્ર સરકાર પરીક્ષા રદ કરવા અંગે નિર્ણય લઈ શકે નહીં. આગામી ગુરુવારે સુપ્રીમ કોર્ટ આ મામલે ફરીથી સુનાવણી કરશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com