ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
મુંબઈ બાદ હવે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ‘બ્રેક ધ ચેઇન’ અંતર્ગત લોકડાઉનના નિયમો આવતીકાલથી હળવા કરવામાં આવશે.
દુકાનો, મોલ, રેસ્ટોરાં, જિમ, યોગ કેન્દ્ર, સલૂન અને સ્પા રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરંતુ પૂજા સ્થળો અને સિનેમાઘરો બંધ રહેશે.
આ ઉપરાંત એવી સંસ્થાઓ કે જેમના કર્મચારીઓ એ કોરોના વેક્સીન ના બંને ડોઝ લીધા હોય તેમને માત્ર 100 ટકા ક્ષમતા સાથે કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
સાથે જ હોટલોને આ છૂટ આપવામાં આવી છે પણ સામાજિક અંતરનું પાલન કરવું પડશે. ગ્રાહક પાસેથી છેલ્લો ઓર્ડર 9 વાગ્યા સુધી જ લેવાનો રહેશે, જોકે પાર્સલ સેવા ચાલુ રાખી શકાશે.
સરકારની માર્ગદર્શિકા મુજબ કલેકટર ડો. અભિજીત ચૌધરીએ આ અંગે આદેશ જારી કર્યા છે. 15 ઓગસ્ટથી જિલ્લામાં તેનો અમલ થશે અને શરતોનું પાલન કરવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું.