ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જૂન 2021
સોમવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્ર બીજી લહેરમાંથી માંડ-માંડ બહાર નીકળી રહ્યું છે, ત્યારે મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરનું આગમન થઈ ચૂક્યું હોવાનાં એંધાણ મળી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ આ નવા વેરિયન્ટના 7 દર્દી મળી આવ્યા છે. કોરોનાના આ નવા વેરિયન્ટને B.1617.2 તરીકે ઓળખાય છે.
રત્નાગિરિ, નવી મુંબઈ અને પાલઘરમાંથી લેવામાં આવેલા નમૂનામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યા છે. એમાં મોટા ભાગના કેસ રત્નાગિરિમાં મળી આવ્યા છે. આ નવો વેરિયન્ટ કેટલો જોખમી છે, એની સ્ટડી ચાલી રહી છે.
ઉત્તરાખંડમાં આ તારીખ સુધી કોવિડ કર્ફ્યુ વધારવામાં આવ્યો, સરકારે આપી આ છૂટછાટ ; જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે ડેલ્ટા વેરિયન્ટને કારણે મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો. એથી કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાના દર્દીની સંખ્યામાં ફરી ધરખમ વધારો થવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
રાજ્યમાં કોરોનાની પહેલી લહેરમાં 19 લાખ, બીજી લહેરમાં 40 લાખ દર્દી નોંધાયા હતા, તો ત્રીજી લહેરમાં કેસમાં હજી વધારો થઈ શકે છે. એમાં પણ 10 ટકા બાળકોને પણ કોરોનાનું જોખમ રહેલું છે.
