News Continuous Bureau | Mumbai
કોરોના મહામારીથી(Covid19 pandemic) ઝઝૂમી રહેલું મહારાષ્ટ્ર(maharashtra) હવે ધીમે ધીમે બહાર આવી રહ્યું છે.
રાજ્યમાં 10 જૂન પછી પ્રથમ વખત રવિવારે કોરોનાને કારણે એક પણ દર્દીનું(Covid19 death) મોત થયું નથી.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,591 નવા કોવિડ દર્દીઓ(Covid19 patients) મળી આવ્યા છે.
કોવિડ-19 સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 80,04,024 થઈ ગઈ છે.
હાલ રાજ્યમાં 18,369 કોરોનાના સક્રિય કેસ(Active case) છે.
