મહારાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે હોમ ક્વોરન્ટીન ફરજિયાત કરાયું. જાણો બીજી વિગતો અહીં. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

શુક્રવાર.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસથી આવતા પ્રવાસીઓએ છેલ્લા ૧૫ દિવસમાં તેમણે લીધેલા અન્ય દેશોની મુલાકાતની વિગતો જણાવતું ફોર્મ ભરવું પડશે. પ્રવાસી આ ફોર્મમાં ખોટી માહિતી જણાવશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ૨૦૦૫ની કલમો હેઠળ તેની સામે કાર્યવાહી કરાશે. એટ રિસ્ક દેશોએથી આવેલા પ્રવાસીઓને કદાચ વિમાનમાંથી અગ્રતા ક્રમે બહાર નીકળવા દેવાય અને તેમના ચેકિંગ માટે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. તથા એરપોર્ટ આથોરિટી દ્વારા અલગ કાઉન્ટરોની વ્યવસ્થા કરાશે. આ પ્રવાસીઓના શાસકીય વ્યવસ્થા મુજબના ક્વોરન્ટીન ઉપરાંત આગમના બીજા, ચોથા અને સાતમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરવાના રહેશે એમ આદેશમાં જણાવ્યું હતું.વિશ્વભરમાં કોરોનાવાઇરસના નવા સ્વરૃપ ઓમિક્રોનનો ફેલાવો થઇ રહ્યો હોવાની સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં આવેલા આંતરરાષ્ટ્રીય તેમજ આંતરદેશીય (અન્ય રાજ્યોના) પ્રવાસીઓના વિમાન પ્રવાસ (એર ટ્રાવેલ) સંબંધી આકરાં નિયંત્રણો જાહેર કર્યા છે. ભારત સરકારે જણાવ્યા મુજબના ઓમિક્રોનની  દ્રષ્ટિએ જાેખમકારક (એટરિસ્ક) દેશોએથી આવનારા પ્રવાસીઓ માટે શાસકીય વ્યવસ્થા મુજબના સાત દિવસના ક્વોરન્ટીનને ફરજીયાત કરતો આદેશ સરકારે જારી કર્યો છે. રાજ્યના નવ નિયુક્ત મુખ્ય સચિવ દેવાશિષ ચક્રવર્તીએ જારી કરેલા આ આદેશમાં વધુમાં જણાવાયું હતું કે અન્ય રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવનારા પ્રવાસીઓએ આગમનના ૪૮ કલાકમાં તેમનો આરટી- પીસીઆર ટેસ્ટ ફરજિયાતપણે નેગેટિવ હોવો જાેઇએ. જ્યારે એટ રિસ્ક સિવાયના દેશોએથી આવેલા પ્રવાસીઓએ પણ આરટી- પીસીઆર ટેસ્ટ ફરજીયાતપણે કરાવવો પડશે તથા ૧૪ દિવસ હોમ ક્વોરન્ટીન થવું પડશે. આ પ્રવાસીઓ પોઝિટીવ જણાશે તો તેમને હોસ્પિટલમાં ખસેડાશે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!