News Continuous Bureau | Mumbai
Maharashtra: મહારાષ્ટ્ર ( Maharashtra ) ના રાયગઢ ( Raigad ) જિલ્લામાં એક મેડિકલ સ્ટુડન્ટે ( Medical Student ) ગળેફાંસો ખાઈ લેતા ખળભળાટ મચી ગયો છે. એમબીબીએસના ( MBBS ) પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ 1 ડિસેમ્બરે પોતાના હોસ્ટેલના રૂમ ( Hostel Room ) માં ફાંસી લગાવી ( Suicide ) લીધી હતી. બે દિવસ બાદ તેના રૂમમાંથી એક સુસાઈડ નોટ ( Suicide note ) મળી આવી હતી. તેના આધારે ત્રણ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.આ ઘટના રાયગઢના કર્જત શહેરની ( Karjat ) એક ખાનગી મેડિકલ કોલેજની છે. પીટીઆઈના અહેવાલ મુજબ, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હોસ્ટેલના તેના ત્રણ રૂમમેટ્સે તેને હેરાન કર્યો અને રેગિંગ કરી હતી.
પોલીસે રવિવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને આ અંગેની માહિતી આપી હતી. કર્જત પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું) અને અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે.
પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે…
તેમણે કહ્યું કે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અધિકારીએ જણાવ્યું કે, હર્ષલ મહાલે, એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ 1 ડિસેમ્બરે સાંજે લગભગ 7 વાગ્યે તેના હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Punjab: શું પંજાબના BJP સાંસદ અને અભિનેતા સની દેઓલ ગુમ થઈ ગયા છે.. લાગ્યા મિસિંગ પોસ્ટર… આટલા હજારનુ મળશે ઈનામ… જાણો શું છે આ મામલો..
તેણે કહ્યું કે બે દિવસ પછી, માતાપિતાએ રૂમમાંથી એક સુસાઈડ નોટ અને મોબાઈલ ફોન મેળવ્યો અને 4 ડિસેમ્બરે ફરિયાદ સાથે પોલીસનો સંપર્ક કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, મહાલેએ સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો છે કે તેના ત્રણ રૂમમેટ્સે તેને માનસિક રીતે હેરાન કર્યા હતા અને ટોર્ચર કર્યા હતા અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.