ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ફેબ્રુઆરી 2021
બીપી મહારાષ્ટ્ર રાજ્યમાં અને ખાસ કરીને મુંબઇ શહેરમાં અનેક જગ્યાએથી એવી ફરિયાદ ઉઠી છે કે શાળાના પ્રશાસન દ્વારા ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ મામલે અનેક શિક્ષક એસોસીએશન તેમજ પાલકો ના એસોસિયેશનોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. અનેક શાળાઓમાં સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરવા માટે જબરજસ્તી કરવામાં આવી હતી. તેમજ જે વિદ્યાર્થીઓએ ફી નથી ભરી તેઓને પરીક્ષાનું ઉત્તીર્ણ પત્રક, તેમજ અન્ય વસ્તુઓ આપવામાં આવી નહોતી. અમુક જગ્યાએ શાળા દ્વારા રીતસરની ગુંડાગીરી કરીને પેરન્ટ્સને ધમકાવવામાં આવ્યા હતા.
હવે આ આખો મામલો રાજ્ય સરકારના ગળા સુધી આવી ગયો હોવાને કારણે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.
શિક્ષણ વિભાગે લીધેલા નિર્ણય મુજબ હવે તે વિભાગના જોઇન્ટ સેક્રેટરી અધ્યક્ષતામાં એક કમિટી બનશે. આ કમિટી ફી નિયમન તેમજ ફી વધારા સંદર્ભે ધારાધોરણો નક્કી કરશે અને ત્યારબાદ શાળાઓને ફી લેવા સંદર્ભે ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.
આમ હાલ પેરન્ટ્સની લડાઈનો વિજય થતો દેખાઈ રહ્યો છે.