News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની રાજનીતિ(Maharashtra Politics) માં ઉપર ઉપરથી બધું શાંત પડેલું દેખાતું હવે ફરી પાછુ ઉપડ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ (BJP)અને શિવસેના(Shivsena) ના બળવાખોર એકનાથ શિંદે(Eknath Shinde) જૂથે સાથે મળીને સરકાર બનાવી છે. આવતીકાલે એટલે કે 3 જુલાઈએ શિંદે સરકાર(Shinde Govt)ની અગ્નિપરીક્ષા છે પરંતુ તે પહેલા મહાવિકાસ અઘાડી સરકારે(Mahavikas Aghadi government) વિધાનસભાના સ્પીકર(Speaker of the Legislature)ની ચૂંટણી લડવાની જાહેરાત કરીને ઉમેદવારના નામની ઘોષણા કરી છે. મહાવિકાસ અઘાડીના આ નિર્ણયથી બધા ચોંકી ઉઠ્યાં છે.
વિધાનસભાના સ્પીકર માટે એનડી(NDA)એ તરફથી ભાજપ(BJP)ના ધારાસભ્ય રાહુલ નાર્વેકર(MLA Rahul Narvekar)ને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, તો મહા વિકાસ આઘાડીએ શિવસેનાના વિધાનસભ્ય રાજન સાળવી(MLA Rajan Salvi)ને વિધાનસભાના અધ્યક્ષ પદ માટે નામાંકિત કર્યા છે. બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. એટલે કે હવે રાજન સાળવી અને રાહુલ નાર્વેકર વચ્ચે જંગ જામશે તે નિશ્ચિત છે. ચૂંટણી 3 જુલાઈએ છે.
આ સમાચાર પણ વાંચો : રાજ્યમાં સત્તા ગઈ- હવે પક્ષ બચાવવામાં લાગ્યા ઉદ્ધવ ઠાકરે- શિવસેનાના પદાધિકારીઓ કોર્પોરેટરો પાસેથી લેશે વફાદારીનું પ્રમાણપત્ર- જાણો શું હશે આ પ્રમાણપત્રમાં
આ સાથે જ મહા વિકાસ આઘાડી(Mahavikas Aghadi government) એ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીને લઈને પણ સવાલ ઊભા કર્યા છે. ગઠબંધનના નેતાઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં આ મુદ્દો પેન્ડિંગ(pending) હોવા છતાં વિધાનસભા અધ્યક્ષની પસંદગી કેવી રીતે થઈ શકે. આ અંગે વિધાનમંડળના અગ્ર સચિવ(Secretary of the Legislature)ને ફરિયાદ કરવામાં આવી છે.