Site icon

મહારાષ્ટ્રના રાજકારણમાં અણધાર્યો વળાંક- સ્પીકર પદ માટે MVA એ ઉતાર્યા આ ઉમેદવારને મેદાનમાં- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રની રાજનીતિ(Maharashtra Politics) માં ઉપર ઉપરથી બધું શાંત પડેલું દેખાતું હવે ફરી પાછુ ઉપડ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ (BJP)અને શિવસેના(Shivsena) ના બળવાખોર એકનાથ શિંદે(Eknath Shinde) જૂથે સાથે મળીને સરકાર બનાવી છે. આવતીકાલે એટલે કે 3 જુલાઈએ શિંદે સરકાર(Shinde Govt)ની અગ્નિપરીક્ષા છે પરંતુ તે પહેલા મહાવિકાસ અઘાડી સરકારે(Mahavikas Aghadi government) વિધાનસભાના સ્પીકર(Speaker of the Legislature)ની ચૂંટણી લડવાની જાહેરાત કરીને ઉમેદવારના નામની ઘોષણા કરી છે. મહાવિકાસ અઘાડીના આ નિર્ણયથી બધા ચોંકી ઉઠ્યાં છે. 

Join Our WhatsApp Community

વિધાનસભાના સ્પીકર માટે એનડી(NDA)એ તરફથી ભાજપ(BJP)ના ધારાસભ્ય રાહુલ નાર્વેકર(MLA Rahul Narvekar)ને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, તો મહા વિકાસ આઘાડીએ શિવસેનાના વિધાનસભ્ય રાજન સાળવી(MLA Rajan Salvi)ને વિધાનસભાના અધ્યક્ષ પદ માટે નામાંકિત કર્યા છે. બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. એટલે કે હવે રાજન સાળવી અને રાહુલ નાર્વેકર વચ્ચે જંગ જામશે તે નિશ્ચિત છે. ચૂંટણી 3 જુલાઈએ છે. 

આ સમાચાર પણ વાંચો : રાજ્યમાં સત્તા ગઈ- હવે પક્ષ બચાવવામાં લાગ્યા ઉદ્ધવ ઠાકરે- શિવસેનાના પદાધિકારીઓ કોર્પોરેટરો પાસેથી લેશે વફાદારીનું પ્રમાણપત્ર- જાણો શું હશે આ પ્રમાણપત્રમાં

આ સાથે જ મહા વિકાસ આઘાડી(Mahavikas Aghadi government) એ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીને લઈને પણ સવાલ ઊભા કર્યા છે. ગઠબંધનના નેતાઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં આ મુદ્દો પેન્ડિંગ(pending) હોવા છતાં વિધાનસભા અધ્યક્ષની પસંદગી કેવી રીતે થઈ શકે. આ અંગે વિધાનમંડળના અગ્ર સચિવ(Secretary of the Legislature)ને ફરિયાદ કરવામાં આવી છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version