News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના સોલાપુર(Solapur) થી એક ભયાનક માર્ગ અકસ્માત(Road Accident)ના સમાચાર સામે આવ્યા છે. સોલાપુરના સાંગોલે નગર પાસે એક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
#ગોઝારી સવાર.. #સોલાપુરમાં ઝડપી કારે #શ્રદ્ધાળુંઓને કચડી નાંખ્યા, #ગાડીના ઉડી ગયા ફુરચેફુરચા.. જુઓ વિડીયો #maharashtra #solapur #roadaccident #caraccident #newscontinuous pic.twitter.com/ym6aYQuVSN
— news continuous (@NewsContinuous) November 1, 2022
આ ભયાનક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો પ્રખ્યાત પંઢરપુર યાત્રા(Pandharpur Yatra) એ જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં તે આ ઘટનાનો શિકાર બન્યા હતા. માર્ગ અકસ્માતમાં વાહનને ભારે નુકસાન થયું છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરા- પાણી સંભાળીને વાપરજો- આજથી આ તારીખ સુધી આખા શહેરમાં રહેશે 10 ટકા પાણીકાપ
આ ઘટના બાદ વિસ્તારમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde)એ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે તેમણે મૃતકોના નજીકના પરિવાર માટે 5-5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. સાથે તેમણે જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોને તમામ શક્ય મદદ આપવાનો નિર્દેશ આપ્યા છે અને અકસ્માતની તપાસના આદેશ પણ આપ્યા છે.