Site icon

ગોઝારી સવાર- સોલાપુરમાં ઝડપી કારે શ્રદ્ધાળુંઓને કચડી નાંખ્યા- ગાડીના ઉડી ગયા ફુરચેફુરચા- જુઓ વિડીયો    

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના સોલાપુર(Solapur) થી એક ભયાનક માર્ગ અકસ્માત(Road Accident)ના સમાચાર સામે આવ્યા છે. સોલાપુરના સાંગોલે નગર પાસે એક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.

Join Our WhatsApp Community

 

આ ભયાનક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો પ્રખ્યાત પંઢરપુર યાત્રા(Pandharpur Yatra) એ જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં તે આ ઘટનાનો શિકાર બન્યા હતા. માર્ગ અકસ્માતમાં વાહનને ભારે નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરા- પાણી સંભાળીને વાપરજો- આજથી આ તારીખ સુધી આખા શહેરમાં રહેશે 10 ટકા પાણીકાપ

આ ઘટના બાદ વિસ્તારમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde)એ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે તેમણે મૃતકોના નજીકના પરિવાર માટે 5-5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. સાથે  તેમણે જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોને તમામ શક્ય મદદ આપવાનો નિર્દેશ આપ્યા છે અને અકસ્માતની તપાસના આદેશ પણ આપ્યા છે.

Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Exit mobile version